અમદાવાદ
અમદાવાદ શહેરમાં આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય બાબતે લોકો પોતાનો જીવ ગુમાવવા માટે તૈયાર થઈ જતા
હોય છે. ત્યારે ગઈકાલે(24 નવેમ્બરે) રાત્રે CTM બ્રિજ પરથી યુવક પડતું મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બ્રિજ પર ચડીને કૂદવાનો
પ્રયાસ કરતો હોવાથી લોકોનું ટોળું પણ નીચે ભેગું થઈ ગયું હતું. યુવક બ્રિજ પરથી પડતું મુકી જીવ ગુમાવે તે પહેલા જ NSUIના
કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો હતો. યુવકે છલાંગ લગાવે તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકને
સમજાવીને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ પોલીસને જાણ કરી યુવકને રામોલ પોલીસને સોંપવામાં
આવ્યો છે. સામાન્ય બાબતમાં લોકો પોતાનો મહામૂલ્યો જીવ ગુમાવવા માટે તૈયાર થતા હોય છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે એક યુવક
પારિવારિક સમસ્યાથી કંટાળી પોતાનો જીવ ગુમાવવા માટે CTM બ્રિજ પર આવી પહોંચ્યો હતો. CTM બ્રિજ પરથી પડતું મૂકી
પોતાનો જીવ ગુમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
તે સમયે જ NSUIના કાર્યકર્તાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને યુવકને બ્રિજની રેલીંગ પર ઉભેલો જોઈ ગયા હતા. યુવક બ્રિજની
રેલીંગ પર ઊભો હોવાથી નીચે લોકોની ટોળું પણ એકઠું થઈ ગયું હતું. અંદાજે 10 મિનિટ સુધી નીચે ઊભેલા લોકોએ યુવકને
સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક કોઈની વાત સાંભળવા માટે પણ તૈયાર નહતો. જેથી NSUI ના કેટલાક કાર્યકર્તાઓ
યુવકની નજર ન પડે તે રીતે CTM બ્રિજ પર પહોંચી ગયા હતા. જેમાંથી એક કાર્યકર્તાએ યુવક બ્રિજ પરથી છલાંગ લગાવે તે પહેલા
જ તેનો શર્ટ પકડી લીધો હતો. તેમાં છતાં યુવક પોતાનો શર્ટ કાઢીને બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાદ યુવક NSUI
ના અન્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવતા હતા. તેમજ તેનો હાથ પકડી તેને સમજાવીને બ્રિજની રેલીંગ પરથી
સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો. જે બાદ યુવકને પૂછતા તે છોટાઉદેપુર જિલ્લાનો અને પારિવારિક સમસ્યાના કારણે જીવ ગુમાવવા
આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને રામોલ પોલીસને
સોંપવામાં આવ્યો હતો.

