
પ્રધાનમંત્રી મોદીએ વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું
જામનગર, વનતારા, એક અનોખી વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું. શ્રી અનંત અંબાણી અને તેમની ટીમના કરુણાસભર પ્રયાસો માટે પ્રશંસા કરતા…
જામનગર, વનતારા, એક અનોખી વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું. શ્રી અનંત અંબાણી અને તેમની ટીમના કરુણાસભર પ્રયાસો માટે પ્રશંસા કરતા…
નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે ‘આંતરિક સુરક્ષા અને આપત્તિ રાહત કામગીરીઓ માટે એડવાન્સ ટેકનોલોજીસ’…
ગાંધીનગર, કોલસા મંત્રાલયે ગાંધીનગરમાં ‘કોલસા ક્ષેત્રમાં કોલસાની ખાણોની વાણિજ્યિક હરાજી અને તકો’ પર એક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં સરકાર, કોલસા ઉદ્યોગ…
અમદાવાદ, નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, અને વિવિધ બચત યોજનાઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને કારણે આજે મહિલાઓ સામાજિક અને આર્થિક પરિવર્તનની નવી વાર્તાઓ રચી રહી છે. ‘અહર્નિશ સેવામહે’ હેઠળ, ડાક વિભાગ હવે ફક્ત લોકોને પત્રો જ પહોંચાડી રહ્યું નથી, પરંતુ સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડી રહ્યું છે અને આમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નારી સશક્તિકરણ દ્વારા જ સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવી શકાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે ગુજરાત પરિમંડલમાં, 15 લાખથી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા કાર્યરત છે, જ્યારે 3,500થી વધુ ગામડાઓને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. 1.40 લાખથી વધુ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતા ખોલવામાં આવ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ૩૭ લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી ૪૮% ખાતા મહિલાઓના છે. જો મહિલા શક્તિ આત્મનિર્ભર બનશે તો ‘આત્મનિર્ભર ભારત’ ની વિભાવના પણ સાકાર થશે. આવી સ્થિતિમાં, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ફક્ત આજની જરૂરિયાત નથી, પરંતુ વિકાસ અને પ્રગતિનું એક આવશ્યક તત્વ પણ છે. બેંક અને ડાક જીવન વીમામાં મહિલાઓને રોકાણ માટે પ્રેરણા આપી તેમનામા આર્થિક સશક્તીકરણની પ્રેરણા આપવામાં આવી રહી છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના સંદર્ભમાં શરૂ કરેલા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)ના શુભારંભના અવસરે 3 માર્ચ, 2025ના રોજ વ્યક્ત કરી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, ખાનપુર, અમદાવાદના સભાગારમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે શ્રી યાદવે ડાક સેવાઓમાં શ્રેષ્ઠ કાર્ય કરનારી મહિલાઓને ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા. *સન્માનિત થનારી મહિલાઓની યાદી-* આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સિટી મંડળના આઈ.આઈ.એમ. મહિલા પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર કૃતિબેન મહેતા, શાહીબાગ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર હેતલબેન ભટ્ટ, બોપલ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર રૂચિબેન પરીખ, અમદાવાદ સિટી મંડળ કાર્યાલયની કાર્યાલય સહાયક પિનલબેન સોલંકી, માણેકબાગ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન વર્ષાબેન ઠાકોર, મણિનગર પોસ્ટ ઓફિસ ના એમટીએસ સુરેખાબેન રાવલ, કુજડના બ્રાન્ચ પોસ્ટમાસ્ટર દિવ્યાબેન પટેલ, ગાંધીનગર મંડળના સાણંદ પોસ્ટ ઓફિસના ડાક સહાયક મહેશ્વરી ડોડિયા, ગાંધીનગર મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટમેન મિત્તલ પ્રજાપતિ, કલોલ મુખ્ય પોસ્ટ ઓફિસના એમટીએસ બિનલ ચૌધરી, ટ્રેન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર કુંજલ માલામડી, કડાદરા બ્રાંચ પોસ્ટમાસ્ટર પ્રગતિબેન સાધુ, અમદાવાદ જીપીઓની ડાક સહાયક રિંકલબેન શાહ, પોસ્ટમેન ભૂમિબેન પટેલ, એમટીએસ પારુલ રાઠવા, અમદાવાદ રેલવે ડાક સેવા ના સહાયક અધિક્ષક પ્રેયલ શાહ, ડાક નિરીક્ષક નિલોફર ઘોરી, સુપરવાઇઝર એન એમ ખરાડી, સોર્ટિંગ અસિસ્ટન્ટ દેવાંગી સોલંકી, સલમા વહોરા, જીડીએસ એસ એચ રાજપૂતને તેમના ઉત્તમ કાર્ય માટે સન્માનિત કર્યા. આ અવસરે, અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી વિકાસ પાલ્વે, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી પિયૂષ રજક, અમદાવાદ સિટી મંડળના ડિપ્ટી સુપરિન્ટેન્ડન્ટ શ્રી વી.એમ. વહોરા, ગાંધીનગર મંડળના ડેપ્ટી સુપરિન્ટેન્ડન્ટ સુશ્રી મંજૂલાબેન પટેલ, અમદાવાદ જીપીઓના ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહ, મેનેજર નેશનલ સોર્ટીંગ હબ શ્રી એન જી રાઠોડ, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી અને શ્રી એમ એમ શેખ, સહાયક અધિક્ષક સુશ્રી પ્રેયલબેન શાહ, શ્રી હેમંત કંતાર, શ્રી વિશાલ ચૌહાણ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, યોગેન્દ્ર રાઠોડ સહિત અનેક અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
ગાંધીનગર/અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો જાણે શેકાઈ રહ્યા હતા પરંતુ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા…
અમદાવાદ, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર રીતે રહેતા…
જુનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસ ની શરૂઆત જંગલ સફારી થી કરી હતી. જો કે, જંગલ સફારી નીકળ્યા…
સાબરકાંઠા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા ના ભૂતિયા ગામે તબીબે પ્રસુતાની ડિલિવરી કરાવતા મહિલાને ગર્ભાશયમાં નુકસાન પહોંચ્યું હતું, તે બાદ તે મહિલા ની તબિયત…
વાપી વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ GIDCની માઇક્રો એર્ગો કેમ કંપનીમાં વેલ્ડિંગ કરતી વખતે તણખા થવાથી અચાનક આગ લાગવાની ઘટના બની…
પ્રાણી,પક્ષી અને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં ગુજરાત દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વૃક્ષો થકી પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…