હિંમતનગરમાં અજાણ્યા લોકો દ્વારા  ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ 

સોશિયલ મીડિયા પર શેર કરો

હિંમતનગર,

અજાણ્યા લોકોએ હિંમતનગરમાં એક ટ્રેનના ટ્રેક પર લોખંડની ગડર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મીડિયા સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી રાજસ્થાનના ઉદેપુર સુધી જતી અસારવા ઉદેપુર ડેમુ ટ્રેનના ટ્રેક પર ટ્રેનને હિંમતનગર પાસે ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા ત્રણ શખ્સોએ ટ્રેનના ટ્રેક પર લોખંડની ગડર મુકીને ટ્રેનને ઉથલાવવા માટે પ્રયાસ કર્યો હતો. રેલવેના લોકો પાયલટની સાવચેતીના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના અંગે હિંમતનગર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની તપાસમાં રેલવે પોલીસ સહિત સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે. અજાણ્યા ત્રણ શખ્સોને પકડીને કડક કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *