9000 આંગણવાડી અને તેડાગર બહેનોને નિમણૂકપત્રો એનાયત

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી અને નંદઘર બનાવવાનું આયોજન

ગાંધીનગર

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે યોજાયો, જેમાં રાજ્યની 9000થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ચાર મોટા શહેરોમાં એકસાથે નિમણૂકપત્ર વિતરણ થયું, જેમાં અમદાવાદમાં 3458, રાજકોટમાં 2330, સુરતમાં 1530 અને વડોદરામાં 1874 બહેનોને નિમણૂકપત્ર મળ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે, 170 નવી આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા. રાજ્યમાં હાલ 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને આ વર્ષે જ 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધારે નવા આંગણવાડી-નંદઘરોના બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોની પ્રાથમિક સંભાળ અને પોષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપશે.

બહેનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું,“શિક્ષણ અને પોષણ અમારી સરકારની પ્રાથમિકતા છે. પોષણ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા ચાવીરૂપ છે. બાળમાનસના ઘડતરમાં આંગણવાડી બહેનો માતા યશોદા જેવી સેવા આપે છે.” તેમણે ઉમેર્યું કે, “નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોનો ગૌરવ વધારવા ‘માતા યશોદા’ પુરસ્કારનો પ્રારંભ કર્યો છે.” રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ, મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનને વેગ આપવા સરકારના આ નિર્ણયોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *