મોડાસા,
સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને કાયમી કરવામાં આવે અને માનદ વેતનમાં વધારા સહિતની અનેક પડતર માંગણીઓ લઈને રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે આંગણવાડી સંગઠનો દ્વારા અવારનવાર આવેદન પત્રો,હડતાળ સહીત અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ આવેલ નથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ અરવલ્લી જીલ્લા આંગણવાડી કર્મચારી બહેનો મોડાસા શહેરમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને આવેદનપત્ર આપાવા પહોંચ્યા હતા જોકે મંત્રી કાર્યલય પર નહીં મળતાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉગ્ર સુત્રોચાર કરી ન્યાયની માંગ કરી હતી
અરવલ્લી જીલ્લા આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ પડતર માંગણીઓને લઈને વધુ એક વાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ગુરુવારે ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળ સાથે સંકળાયેલ કર્મચારીઓ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે મોડાસા કાર્યલય ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી જોકે મંત્રી કાર્યલય પર હાજર ન હોવાથી કર્મચારી બહેનોએ સૂત્રોચાર કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને આગામી સમયમાં પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી