ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને
નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે કેબિનેટ બેઠક બાદ સરકારના મહત્ત્વના અને
ઐતિહાસિક નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GRTT ઓફિસના
ઉદ્ધાટન અંગે ખાસ સમીક્ષા કરી છે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને દરિયાઈ વિસ્તાર માટે રીજનલ અધિકારીઓની
નિમણૂક કરવામાં આવી છે. જિલ્લાની જરૂરિયાતોને અનુરૂપ ઝોનલ અધિકારીઓની પણ નિમણૂક થઈ છે. જે વિકાસ સંબંધિત
કામગીરીનું મોનિટરિંગ કરશે. રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં રેનબસેરા બનાવવા માટે કેબિનેટમાં જમીન આપવા મંજૂરી આપાઈ
છે અને સેવાદાન ફાઉન્ડેશન દ્વારા આ રેનબસેરા બનાવવામાં આવશે. શિક્ષણની ગુણવત્તા સુધારવા CMએ મુખ્ય સચિવને સ્પષ્ટ
સૂચનાઓ આપી હોવાનું વાઘાણીએ જણાવ્યું હતું કે, આવનારા બજેટ માટે નવી યોજનાઓ અને નીતિઓનો સમાવેશ કરવા ચર્ચા
થઈ. કોણપણ વિભાગની પોલિસી પૂરી થાય ત્યારે માત્ર 6 મહિનામાં નવી પોલિસી તૈયાર કરવાની સૂચના વિભાગના વડાઓને
આપવામાં આવી છે. રાજ્યમાં કેટલાક મંત્રીઓની ખાસ પરામર્શ સમિતિ રચાઈ છે. જેમાં મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને અને હર્ષ સંઘવી,
અર્જૂન મોઢવાડિયા, જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ સભ્ય તરીકે રહેશે. નાગરિક હિતના મુદ્દા અને વિકાસ કામો મુખ્યમંત્રી સમક્ષ
રજૂ કરવામાં આવશે.
સુભાષ બ્રિજ અંગે તેમણે જણાવ્યું હતું કે, ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ નિરીક્ષણ કર્યું જેમાં ફૂટપાથમાં તિરાડો જોવા મળી છે. 25
ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મનરેગા જોબકાર્ડ રદ કરવા બાબતે વાઘાણીએ જણાવ્યું હતું
કે, મનરેગામાં ટેકનિકલ ઉપયોગ વધારવામાં આવ્યો છે. eKYC અને રી-વેરિફિકેશન મહત્વના પાસા છે. સંકલિત ડેટા માટે
મુખ્યમંત્રીએ સુચના આપી છે. અત્યાર સુધી 3130 કરોડની પાક નુકસાન સહાય ખેડૂતોને મળી ગઈ છે. પોર્ટલ અપગ્રેડ થવાથી
ચૂકવણી ઝડપથી થઈ રહી છે. આવતા 20 દિવસમાં 11 હજારથી વધુ ખેડૂતોના ખાતામાં રકમ જમા થશે. કેટલાક મુદ્દે કોંગ્રેસના
રાજકીય પ્રહાર મામલે વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસે કિસાનો સામે અપપ્રચાર કર્યા અને ગેરમાર્ગે દોર્યા. ઐતિહાસિક નિર્ણયો માત્ર
ભાજપ સરકાર જ લઈ શકે છે. રાજકોટ આટકોટની દુષ્કૃત્ય ઘટના અંગે પ્રવક્તાએ કહ્યું હતું કે, સરકાર વ્યથિત છે. પીડિત પરિવાર
સાથે સરકાર છે અને જે કરવું પડે તે કરશે. બળાત્કારની ઘટનાઓ માટે ગુજરાતમાં કડક સજા સંબંધિત કાયદાઓનો દૃઢ અમલ થઈ
રહ્યો છે. આ ઘટનામાં 10 દિવસમાં ચાર્જશીટ કરવાની સૂચના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આપી છે, જ્યારે મૃત્યુદંડ અને આજીવન
કારાવાસ થઈ શકે તેવા કડક આશય સાથે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *