યસ બેન્કમાં 51 ટકા હિસ્સો વેચવાની મંજૂરી મળ્યા બાદ અકીહિરો ફુકુટોમે હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

મુંબઇ,

ખાનગી ક્ષેત્રની યસ બેંકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકોની હિસ્સેદારી અંગેના દાવપેચ હવે તેજ બન્યા છે. હવે એક અગ્રણી જાપાની બેંક પણ આ રેસમાં સામેલ થઈ ગઈ છે, જાપાની બેંકે યસ બેંકમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે, જેના માટે હવે સુમિટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશનના ગ્લોબલ સીઈઓ અકીહિરો ફુકુટોમે આ અઠવાડિયે ભારત પહોંચી શકે છે અને ડીલ માટે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.   ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, SMBCના CEO તેમની ભારત મુલાકાત દરમિયાન RBI અને SBIના અધિકારીઓને પણ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SMBC એ યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે અને હવે ગ્લોબલ સીઈઓ હિસ્સો વેચવાની યોજના પર આરબીઆઈ અને એસબીઆઈના વરિષ્ઠ અધિકારીઓને મળશે.સૂત્રોનો દાવો છે કે SMBC એ યસ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે $5 બિલિયનનું મૂલ્ય નક્કી કર્યું છે. એસબીએમસીએ યસ બેંક પાસેથી વિગતો પણ માંગી છે.   સોમવારે (12 ઓગસ્ટ) બજાર બંધ થવાના સમયે, યસ બેંકનું માર્કેટ કેપ 9.1 બિલિયન ડોલર (રૂ. 76,531 કરોડ) પર પહોંચી ગયું છે. યસ બેંકમાં SBIનો 23.99 ટકા હિસ્સો છે. વર્ષ 2020માં યસ બેંકને બચાવવા માટે SBIએ 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. SBI તેના હિસ્સાનો અમુક હિસ્સો વેચી શકે છે. જુલાઈમાં, ભારતીય રિઝર્વ બેંકે યસ બેંકમાં 51 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બેંક દ્વારા રોકાણકારને ભારતીય બેંકમાં 26 ટકાથી વધુ હિસ્સો રાખવાની મંજૂરી આપવાનું આ બીજું ઉદાહરણ છે.  2018માં, આરબીઆઈએ કેનેડાની ફેરફેક્સ હોલ્ડિંગ્સ લિમિટેડને કેરળ સ્થિત કેથોલિક સીરિયન બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. SBMCએ હિસ્સો વેચાણ યોજના માટે નાણાકીય સલાહકાર તરીકે જેપી મોર્ગન અને કાનૂની સલાહકાર તરીકે જે સાગર એસોસિએટ્સની નિમણૂક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *