ચાંદીપુરા વાયરસ બાદ ગુજરાતમાં હવે માલ્ટા તાવનો ખતરો !

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં કઇ બિમારીઓનું જોખમ હોઇ શકે છે તે અત્યારથી જ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સેન્ટર ફોર વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તબીબી અભ્યાસના મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે. એક અભ્યાસ (OHRAD) વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, પ્રાણીઓ અને બેક્ટેરિયાથી કેવા પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને વ્યાપકપણ ફેલાઈ શકે છે. ગુજરાતમાં માલ્ટા ફીવર અને રેબીઝનો શંકાસ્પદ ખતરો હોવાનું સામે આવ્યું છે. જો કે, હાલમાં રાજ્યમાં માલ્ટા તાવનો એક પણ કેસ નોંધાયો નથી.

બ્રુસેલોસિસ મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે?  જે વિશે જણાવીએ, રાજસ્થાન વેટરનરી યુનિવર્સિટીના ડૉ. આર રાવત માલ્ટા તાવ અંગે સમજાવે છે કે, બ્રુસેલા બેક્ટેરિયા તમારા મોં, નાક અને ત્વચા દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. જ્યારે કોઈ વ્યક્તિ આવા પ્રાણીઓના શરીરના કોઈપણ પ્રવાહીને સ્પર્શ કરે છે, ત્યારે બ્રુસેલા બેક્ટેરિયા ત્વચાના છીદ્ર દ્વારા અથવા નાક અને મોં દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે. આ બેક્ટેરિયા લસિકા ગાંઠો સુધી પહોંચે છે, જ્યાં તે ધીમે ધીમે વધે છે. ત્યાંથી, તે તમારા હૃદય, યકૃત અને હાડકાં સુધી વહન કરે છે. આવા બેક્ટેરિયા શરીરના કોઈપણ ભાગ પર હુમલો કરી શકે છે. જો કોઈ ગાય અથવા ભેંસ આ વાયરસથી સંક્રમિત થાય છે અને માણસ તેના નજીકના સંપર્કમાં આવે છે, તો બ્રુસેલા બેક્ટેરિયા માણસમાં ફેલાય છે. ગાય અને ભેંસ ઉપરાંત બકરા, ભૂંડ, હરણ, ઘેટાં પણ આ બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની શકે છે.

બ્રુસેલોસિસની સારવાર કેવી રીતે થાય છે?… આ માટે ડૉક્ટર તમને ઓછામાં ઓછી બે પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ આપશે. તમારે તેમને ઓછામાં ઓછા છથી આઠ અઠવાડિયા સુધી લેવી પડશે. જો લક્ષણો વધુ ગંભીર હોય તો લક્ષણોના આધારે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવશે. માલ્ટા તાવ શું છે, તે શા માટે થાય છે અને તે કેવી રીતે ફેલાય છે? આ વિશે નિષ્ણાતો કહે છે કે, માલ્ટાના તાવને કોબ્રુસેલોસિસ કહેવાય છે, જે બ્રુસેલા બેક્ટેરિયાથી થતો રોગ છે. બ્રુસેલોસિસ ચેપગ્રસ્ત પ્રાણીઓનું દૂધ પીવાથી, બિનપાશ્ચરાઇઝ્ડ દૂધના ઉત્પાદનો ખાવાથી અને ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી થાય છે.

લક્ષણો શું છે?…

તાવ આવવો,

પરસેવો થવો,

સાંધાનો દુખાવો થવો,

વજન ઘટતુ જાય,

માથાનો દુખાવો થાય,

પેટમાં દુખાવો થાય અને 

ભૂખ ના લાગવી અથવા પેટમાં અસ્વસ્થતા રહેવી

માલ્ટા તાવને કેવી રીતે અટકાવવો?…. 

પાશ્ચરાઇઝ્ડ દૂધ ના પીવો, 

પ્રાણીઓની નજીક જતા પહેલા માસ્ક અને મોજા પહેરો, 

માંસને સુરક્ષિત તાપમાને રાંધો અને હંમેશા તમારા હાથ અને સપાટીઓ પાણીથી ધોવા અને ખોરાક તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો પણ ધોઈ લો. અને 

જો કોઈ પ્રાણી સંક્રમિત જણાય તો તેની નજીક ના જવું

માલ્ટા તાવનું કોને જોખમ છે ?

જેઓ પશુચિકિત્સકો છે અથવા પ્રાણીઓ સાથે કામ કરે છે

ડેરી ફાર્મમાં કામ કરતા લોકોને

કતલખાનાના કામદારોને

જે લોકો કાચું માંસ અથવા બિનપાશ્ચરાઇઝ્ડ દૂધના ઉત્પાદનો ખાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *