ગાંધીનગર,
દર વર્ષે ૫- સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિન’ની ઉજવણી અંતર્ગત, ગાંધીનગર તાલુકા તથા જિલ્લા કક્ષાએથી શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર આપી તેમના ઉત્તમ શૈક્ષણિક કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અન્વયે વર્ષ-2024 માં પણ પાંચમી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કક્ષાએથી પ્રજાપતિ જિજ્ઞાસાબેન – ડીંગુચા પ્રાથમિક શાળા કલોલ, જોલી શૈલા હર્નિશ – સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ગાંધીનગર, ડો.પ્રહલાદભાઈ ચૌધરી – શ્રી વરદાયિની હાઈસ્કૂલ રૂપાલ તથા પટેલ જીગ્નેશકુમાર મણીલાલ – ચેખલા પગી પ્રાથમિક શાળા દહેગામ એમ જુદી જુદી પાંચ કેટેગરીના શિક્ષકોને જિલ્લા કક્ષાએથી સન્માનિત કરવામાં આવશે. એ જ રીતે પટેલ સંગીતાબેન- મેદરા પ્રાથમિક શાળા ગાંધીનગર, રાઠોડ વનીતાબેન- સોનીપુર પ્રાથમિક શાળા ગાંધીનગર, ઠાકર ભાવિનકુમાર- કલોલ પ્રાથમિક શાળા નંબર 4, પટેલ વર્ષાબેન – બોરીસણા પ્રાથમિક શાળા નંબર 2, રાવળ પ્રહલાદભાઈ – ઇન્દિરા નગર પ્રાથમિક શાળા બહિયલ, ચૌહાણ મનુભાઈ અમરસિંહ – મામા સાહેબના પરા પ્રાથમિક શાળા તથા રાઠોડ દક્ષાબેન- મંગલ મંદિર પ્રાથમિક શાળા આજોલ મળી કુલ સાત શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.