પાટણ,
પાટણ જિલ્લામાં એક ખુબજ દુઃખદ ઘટના બની હતી જેમાં એક દોઢ વર્ષના માસૂમ બાળકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. પાટણ જીલ્લામાં ભેમોસણ ગામે દોઢ વર્ષનું બાળક મિતેષ અભેસંગજી ઠાકોર રમતો હતો. તેની માતા ન્હાવા બેઠી હતી. બાદમાં રમતા રમતા બાજુમાં પાણીના હોજ પર મૂકેલી પાણીની મોટરના જીવિત વીજ વાયર બાળક પકડી લેતા શોર્ટ લાગતા બાળક ઢળી પડ્યું હતું. બાદમાં માતાએ બાળકને જોતા બૂમાબૂમ પાડી હતી અને પાડોશીઓએ બાળકને તાત્કાલિક પાટણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સપડાઈ ગયો હતો.
આ ઘટના બન્યા બાદ તમામ માતા-પિતા એ ઘરમાં નાનું બાળક હોયતો ખૂબ સાવચેત રહવું જોઈએ અને નાણાં બાળક કોઈપણ જોખમી ચીજવસ્તુ પાસે ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની અનઈછનીય ઘટના બને નઈ.