કારીગરે જ 10 મિનિટમાં કારખાનામાંથી 16 કિલો ચાંદી ચોરી

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ
રાજકોટ શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી આપવાનું કામ કરતા મુળ
મહારાષ્ટ્રના દંપતીને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ રાખેલા વેલનાથપરાના કારીગરે 10 મિનિટમાં જ રૂપિયા 17.60 લાખની 16
કિલો ચાંદીની ચોરી કરનાર શખસને ઝોન-1 એલસીબીની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
રાજકોટના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાહુલ ધોંડીરામ સાવંત (ઉ.વ.32) 12 વર્ષથી
રાજકોટમાં ચાંદીકામનો વ્યવસાય કરે છે. રાહુલ અલગ-અલગ ચાંદીની પેઢીઓ પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર પ્રમાણે દાગીના
બનાવી આપે છે. લાતી પ્લોટ શેરી નં.11માં આવેલા દિલીપ હરિભાઈ કાછડીયાના આઈ શ્રી ખોડિયાર સિલ્વર નામની પેઢીમાંથી
ત્રણ દિવસ પહેલાં 16,802 ગ્રામ કાચુ ચાંદી નાના બાળકોના કડા અને કાસ્ટીંગ લોક બનાવવા માટે લાવ્યો હતો. જે ચાંદી તેને ત્યાં
દોઢ મહિના પહેલાં નોકરીએ લાગેલો વેલનાથપરાનો વિજય નટુભાઈ નાગાણી ચોરી ગયો હતો.
આ મામલે ઝોન-1 એલસીબીના પીએસઆઈ એમ.કે. મોવલીયા અને તેમની ટીમે ભેદ ઉકેલી વિજય નટુ નાગાણીને ઝડપી લઈ
રૂ.15.47 લાખનું 15 કિલો ચાંદી અને જીજે.03.એનએમ.1442 નંબરનું બાઈક સહીત રૂ.15.97 લાખનો મુદ્દામાલ કબજે કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *