અમદાવાદ
અમદાવાદમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ગઠિયાઓએ અલગ અલગ ટાસ્કના બહાને 8 લાખ રૂપિયા પડાવ્યા છે.
શરૂઆતમાં મહિલાને ટાસ્ક પૂરા કરવા બદલ નાની રકમ ખાતામાં જમા આપી હતી. વૃદ્ધાને વિશ્વાસ આવતા તેમણે ટાસ્ક પૂરા કરવા
અને ટ્રેડિંગમાં ટુકડે ટુકડે 8.15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની 13 હજાર રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે બાકીના 8 લાખ ન
આપી છેતરપિંડી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના કોટેશ્વરમાં રહેતા સંતોષ સિંઘ ઘરેથી પ્રાઇવેટ
ટ્યુશન ક્લાસ ચલાવે છે. 10 ડિસેમ્બરે તેમના ઈન્સ્ટાગ્રામમાં માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ હતી.જે બાદ આઈડી ઉપર સંપર્ક
કરતા યુવતીએ તેમને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં હોટલના રેટિંગના રીવ્યુ આપવાનું સમજાવી ટાસ્ક આપ્યા હતા. આ
ટાસ્ક પૂરા કરવા બદલ શરૂઆતમાં તેમને 180,200 રૂપિયા જેવી નાની નાની રકમ તેમના ખાતામાં જમા કરી હતી.જે બાદ બીજા
ગ્રુપમાં એડ કરીને થોડા મોટા ટાસ્ક આપ્યા હતા.જેમાં તેમને 1350 અને 3900 પરત આપ્યા હતા. સંતોષબેનને વધુ વિશ્વાસ
આવતા તેમણે હોટલ રેટિંગ અને ગોલ્ડ ખરીદીના ટાસ્ક માટે ટુકડે ટુકડે 8.15 લાખ ભર્યા હતા.જેની સામે તેમને 13000 રૂપિયા છે
પરત મળ્યા હતા.જ્યારે બાકીના 8 લાખ રૂપિયા અલગ અલગ કારણસર પરત આપ્યા ન હતા જેથી તેમણે આ અંગે સાઇબર
ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

