અમદાવાદ
અમદાવાદીઓ માટે વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો તહેવાર એટલે કાંકરિયા કાર્નિવલ 2025ની આજે 25 ડિસેમ્બરથી ભવ્ય
શરૂઆત થઈ ગઈ છે. આજથી શરૂ થનારા કાંકરિયા કાર્નિવલ 2025ને માણવા માટે માનવ મહેરામણ પણ ઊમટી પડ્યું છે. કાંકરિયા
કાર્નિવલ દરમ્યાન ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત એન્ટ્રી ગેટ પર સીસીટીવી
કેમેરા લગાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત કેટલા
લોકો કાંકરિયા પરિસરમાં આવી રહ્યા છે તે અંગે હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના માટે મોનિટરિંગ ઓનલાઇન કરવામાં
આવી રહ્યું છે. કાંકરિયા ખાતે જ ઉભા કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં કેટલા લોકો હાલમાં કાંકરિયા પરિસરમાં હાજર છે અને
કેટલા લોકોએ પ્રવેશ કર્યો તેમજ બહાર નીકળ્યા તે અંગેનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાંજે છ વાગ્યા સુધીમાં
46,000થી વધારે લોકો કાંકરિયા પરિસરમાં આવ્યા છે તેની ઓનલાઈન માહિતી જોવા મળી રહી છે.
કાંકરિયા કાર્નિવલ એ વિકાસ કાર્નિવલ બન્યો

