મહેસાણા
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘી સારવારના કારણે દેવાના બોજ તળે ન દબાય તે માટે સરકારની સંવેદનશીલ શાસન
વ્યવસ્થાએ ‘આયુષ્માન કાર્ડ’ રૂપી રક્ષાકવચ પૂરું પાડ્યું છે. મહેસાણામાં શાસનની આ પ્રતિબદ્ધતાના પરિણામે 11 જુલાઈ,
2024થી અત્યાર સુધીમાં 87,673 ક્લેમ અંતર્ગત રૂ. 1,96,કરોડથી વધુની રકમ ખર્ચીને હજારો નાગરિકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર
પૂરી પાડવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11,44,630
લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ ધરાવે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે સરકારની નવી પહેલ અંતર્ગત જિલ્લાના 70
વર્ષથી વધુ વયના 90282 વડીલોને ખાસ ‘વય વંદના કાર્ડ’ આપવામાં આવ્યા છે, જેથી વૃદ્ધાવસ્થામાં તેમની સારવારની ચિંતા દૂર
થઈ શકે.
જિલ્લામાં આરોગ્ય સેવાઓનું નેટવર્ક પણ ખૂબ મજબૂત છે. હાલમાં મહેસાણામાં પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો આ
યોજના હેઠળ કાર્યરત છે, જ્યાં નાગરિકોને ઝડપી અને નિઃશુલ્ક સારવાર મળી રહી છે. આમ, આયુષ્માન યોજના મહેસાણાના
છેવાડાના માનવી માટે ખરા અર્થમાં ‘જીવનરક્ષક’ સાબિત થઈ રહી છે
70 વર્ષથી વધુ વયના 90282 વડીલો માટે ખાસ ‘વય વંદના કાર્ડ’ મહેસાણામાં 11 લાખથી વધુ નાગરિકો ધરાવે છે આયુષ્યમાન કાર્ડ

