મહેસાણા જિલ્લામાં 1.94 લાખ મતદારોના નામ કમી

સોશિયલ મીડિયા પર શેર કરો

મહેસાણા
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે મહેસાણા જિલ્લામાં મતદારયાદીની ખાસ
સઘન સુધારા પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની
અધ્યક્ષતામાં તેમજ ચૂંટણી અધિકાર અભિષેક પરમારની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર
માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે 1 ઓક્ટોબ 2025 ના રોજ પ્રસિદ્ધ થયેલી મૂળ મતદાર યાદીના આધારે આ પ્રક્રિયા હાથ
ધરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં કુલ 7 વિધાનસભા મતવિસ્તારો ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા,
વિજાપુર સમાવિષ્ટ છે.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું
પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જેના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1810થી વધારી 1991 કરવામાં આવી છે.
SIR 2026 અંતર્ગત Enumeration Form નું વિતરણ, સંગ્રહ અને ડિજિટલાઈઝેશનની કામગીરી 14 ડિસેમ્બરના રોજ 100 ટકા
પૂર્ણ કરવામાં આવી છે. કુલ 15,97,570 મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી
છે. આ પ્રક્રિયા દરમિયાન 1,94,123 મતદારો ને Uncollectable તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં સ્થળાંતર, મૃત્યુ વગેરે
કારણો મુખ્ય છે.
પ્રક્રિયા દરમિયાન વિવિધ શ્રેણી મુજબ મતદારોની સ્થિતિ આ મુજબ નોંધાઈ છે
મૃત્યુ પામેલ મતદારો – 56,479
ડુપ્લિકેટ મતદારો – 15,163
કાયમી સ્થળાંતર થયેલ મતદારો – 10,6068
અન્ય સ્થળે નોંધાયેલા પરંતુ પરત ન મળેલા,અન્ય કારણસર કાઢી નાખવા યોગ્ય મતદારો –14962

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *