હવે લાઇટ ગૂલ થાય તો ફરિયાદ નહીં કરવી પડે!, રાજ્યમાં જાન્યુઆરીમાં ઉર્જા સંવર્ધન પોર્ટલ લોન્ચ થશે

સોશિયલ મીડિયા પર શેર કરો

ગુજરાતમાં હવે લાઈટ ગૂલ થાય તો ગ્રાહકોને તેની ફરિયાદ કરવાની નહીં રહે, કારણ કે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી,
2026થી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરવામાં આવનાર છે. આ પોર્ટલની મદદથી કોઈપણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થશે કે વોલ્ટેજ
ફ્લેક્યુએશન થશે તો તેની જાણ આ ઓનલાઇન પોર્ટલ મારફત સીધી કંટ્રોલરૂમમાં થઈ જશે અને તેથી તરત જ ટીમ વીજ ફોલ્ટ
નિવારવા જે તે સ્થળે પહોંચી જશે. રાજકોટ સ્થિત PGVCL ઉપરાંત UGVCL, DGVCL અને MGVCL દ્વારા આ પોર્ટલનુ ટૂંક
સમયમાં અમલીકરણ થતા વીજ ફોલ્ટ ઝડપથી નિવારી શકાશે. રાજકોટ સ્થિત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ
જણાવ્યું હતું કે, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર અને GUVNL મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવનની અધ્યક્ષતામાં
બેઠક મળી હતી. તેઓએ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉર્જા સંવર્ધન અંગે સમજૂતી આપી હતી.

જે માટે ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગના દરેક ડિવિઝન, દરેક સર્કલ અને દરેક સબ ડિવિઝન લેવલે એક કંટ્રોલરૂમ કરવામાં આવ્યો
છે. ઉર્જા સંવર્ધન પોર્ટલ ઉપરથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા વ્યક્તિઓ આ બધી વિગતો મેળવી ગ્રાહકોને ગુણવત્તાલક્ષી વીજ પુરવઠો
મળી રહે તે માટેનો ખાસ અભિગમ છે. ખેતી કરતા ખેડૂતોને વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળે છે તો તેને કઈ રીતે સુધારી
શકાય તેનો શુભ હેતુ રહેલો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલ આ શરૂઆતનો તબક્કો છે, ત્યારે અમારા લેવલે ડિવિઝન, સર્કલ
અને કોર્પોરેટ ઓફિસ લેવલે વિશેષ તપાસ થઈ અમલવારી કરવામાં આવશે. આ પોર્ટલ આવવાથી ગ્રાહકોને લાઇટ ગૂલ થયાની
ફરિયાદ કરવાની જ જરૂર નહીં રહે. અમારા તબક્કે જ જાણી શકાશે કે કઈ જગ્યાએ વીજ પુરવઠામાં વિક્ષેપ આવે છે અને કઈ કઈ
જગ્યાએ વોલ્ટેજ ફ્લેક્યુએશન છે તે જાણી તકેદારીના પગલા લેવામાં આવશે. હાલ સરકાર દ્વારા જાન્યુઆરીથી આ પોર્ટલ શરૂ
કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *