સુરત
સુરતના 34 વર્ષીય સિવિલ એન્જિનિયર અને MBA ડિગ્રી હોલ્ડર રવિરાજ દેસાઈએ જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના
‘અહિંસા’ અને ‘જીવદયા’ના સિદ્ધાંતોને પ્રેરણા બનાવીને એક અનોખા ‘વિગન લેધર’નો આવિષ્કાર કર્યો છે. જ્યુસ ફેક્ટરીઓમાં ફેંકાતા
50થી 80 ટન સફરજનના વેસ્ટમાંથી એન્જિનિયરે બેસ્ટ ક્વોલિટીનું ‘એપલ લેધર’ તૈયાર કર્યું છે. પરંપરાગત ચામડાની સરખામણીએ
75% સસ્તું અને 15-17 વર્ષની આવરદા ધરાવતા આ લેધરે પશુહત્યાને અટકાવવા લેધર ઉદ્યોગને અહિંસક વિકલ્પ આપ્યો છે.
સુરતના 34 વર્ષીય સિવિલ એન્જિનિયર અને MBA ડિગ્રી હોલ્ડર રવિરાજ દેસાઈએ જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના
‘અહિંસા’ અને ‘જીવદયા’ના સિદ્ધાંતોને પ્રેરણા બનાવીને એક અનોખા ‘વિગન લેધર’નો આવિષ્કાર કર્યો છે. જ્યુસ ફેક્ટરીઓમાં ફેંકાતા
50થી 80 ટન સફરજનના વેસ્ટમાંથી એન્જિનિયરે બેસ્ટ ક્વોલિટીનું ‘એપલ લેધર’ તૈયાર કર્યું છે. પરંપરાગત ચામડાની સરખામણીએ
75% સસ્તું અને 15-17 વર્ષની આવરદા ધરાવતા આ લેધરે પશુહત્યાને અટકાવવા લેધર ઉદ્યોગને અહિંસક વિકલ્પ આપ્યો છે.
રવિરાજ દેસાઈ મૂળ સુરતના વતની છે, પરંતુ તેમણે પોતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ હિમાચલ પ્રદેશમાં સ્થાપ્યો છે. આનું મુખ્ય કારણ
કાચા માલની સરળ ઉપલબ્ધતા છે. હિમાચલ પ્રદેશમાં સફરજનનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે અને જ્યુસ ફેક્ટરીઓમાંથી
નીકળતો વેસ્ટ ત્યાં સહેલાઈથી મળી રહે છે. સુરતની વ્યવસાયિક કુશળતા અને બિઝનેસ વિઝનનો ઉપયોગ કરીને રવિરાજે પહાડી
રાજ્યના આ કચરાને કિંમતી સંસાધનમાં ફેરવી દીધો છે.
સામાન્ય રીતે આપણે ડાઇનિંગ ટેબલ પર જે સફરજન ખાઈએ છીએ, તે ઉચ્ચ ગુણવત્તાના હોય છે પરંતુ, લગભગ 50% સફરજન
એવા હોય છે, જે પક્ષીઓએ ખાધેલા હોય અથવા કુદરતી રીતે પડી જવાથી દાગી થઈ ગયા હોય. આવો 50થી 80 ટન જેટલો વેસ્ટ
દર મહિને ફેંકી દેવામાં આવતો હતો. રવિરાજે આ વેસ્ટ સફરજનને એકઠા કરીને તેમાંથી લેધર બનાવવાની પ્રક્રિયા પર છેલ્લા દોઢ-બે
વર્ષ સુધી સખત મહેનત કરી છે. આ પ્રોસેસ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે, તેના ટ્રેડમાર્ક માટે ભારત સરકારમાં અરજી પણ કરવામાં
આવી છે. બજારમાં ઉપલબ્ધ પશુના ચામડાની સરખામણીએ વિગન લેધર આર્થિક રીતે પણ ઘણું પરવડે એવું છે. બજારમાં અસલ
ચામડાની કિંમત 100 હોય તો આ એપલ લેધર માત્ર 25માં તૈયાર થાય છે. આમ, સસ્તું હોવા છતાં તે લક્ઝરી ફેશન જેવો જ લુક
અને ફીલ આપે છે, જે તેને સામાન્ય લોકો અને મોટી બ્રાન્ડ્સ બંને માટે આકર્ષક લેધર બનાવે છે. સુરતી એન્જિનિયર રવિરાજના
જણાવ્યા અનુસાર આ એપલ લેધરની આવરદા અંદાજે 15થી 17 વર્ષ જેટલી છે. અત્યારે લેબોરેટરી ટેસ્ટિંગમાં તેની લાઈફ અને
મજબૂતીના પરિણામો સારા મળી રહ્યા છે. સામાન્ય વિગન લેધર (જે પ્લાસ્ટિક કે સિન્થેટિક હોય છે)ની સરખામણીએ આ નેચરલ
પ્રોડક્ટ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને લાંબો સમય ટકી રહે છે. રવિરાજ દેસાઈનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં
‘વિગન કોન્સેપ્ટ’ને લોકપ્રિય બનાવવાનો છે. જે રીતે આજે લોકો ખાવામાં વિગન બની રહ્યા છે તેમ પહેરવેશમાં પણ પરિવર્તન લાવવું
જરૂરી છે. તેઓ સમગ્ર હિમાચલના સફરજનના વેસ્ટને એકત્રિત કરીને મોટાપાયે ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રયાસથી
પશુહત્યા અટકશે અને ભારત લેધર ઉદ્યોગમાં એક નવી અને અહિંસક ઓળખ પ્રસ્થાપિત કરશે. રવિરાજ દેસાઈએ જણાવ્યું હતું
કે,સફરજન બે પ્રકારના હોય છે. એક જે ટેબલ વેરાયટી છે જે આપણે ખાઈએ છીએ પરંતુ, 50% સફરજન એવા હોય છે જે
પક્ષીઓએ ચાંચ મારી હોય, દાગી હોય અથવા નેચરલ રીતે પડી ગયા હોય. આ સફરજન વેસ્ટ જાય છે. અમે દર મહિને 50થી 80
ટન આવો વેસ્ટ એકઠો કરીએ છીએ. આગામી સમયમાં સમગ્ર હિમાચલ પ્રદેશના સફરજનના વેસ્ટને એકઠો કરી તેને ‘એપલ સ્પિરિટ’
અને ‘એપલ લેધર’માં ફેરવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે.

