અમદાવાદમાં અકસ્માત ને ભાવનગરમાં હિટ એન્ડ રનમાં 2ના મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
અમદાવાદમાં ડમ્પરના કારણે સતત અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે ખોખરામાં પણ ગત (18 ડિસેમ્બર)ની મોડી રાતે એક્ટિવા પર જઈ
રહેલી 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે પાછળથી ટક્કર મારી હતી. જે ઘટનામાં યુવતીનું ગંભીર ઈજા થવાથી
ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ ડમ્પરચાલકને પકડીને પોલીસને સોંપતા આઈ ડિવિઝન પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ
ગુનો નોધી ધરપકડ કરી છે. મહત્વનું છે કે, 5 દિવસ અગાઉ ડમ્પરચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, જે ડમ્પરથી અકસ્માત થયો છે તે મનીષા ટ્રેડર્સનું છે, અગાઉ મનીષા ટ્રેડર્સના ડમ્પરે વર્ષ 2023માં એક અકસ્માત
સર્જ્યો હતો, જેમાં બાળકનું મોત થયું હતું. ગઈકાલે વલ્લભીપુર-બરવાળા રોડ પર કલ્યાણપુર ચોકડી પાસે પણ એક હિટ એન્ડ રનની
ઘટના બની હતી. એક પીકઅપ વાહનની અડફેટે આવેલા ઋષીરાજસિંહ હાલુભા ગોહિલ નામના યુવાનનું ભાવનગરની ખાનગી
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું. ખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં
નર્સિંગનું કામ કરે છે. ખુશ્બુ ગઈકાલે રાતે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. જ્યારે તે અયોધ્યા
સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-27-TT-1555)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે, ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ
ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી
આવ્યા હતા અને ડમ્પરચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી
ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *