અમદાવાદ
ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી, જે ઈન્ટર કાસ્ટ મેરેજ
હોવાથી બ્રહ્મ સમાજમાં વિવાદ ઊભો થયો હોવાની ચર્ચાએ સો.મીડિયા પર લાંબા સમયથી વેગ પકડ્યો છે. જોકે, આ ચર્ચાઓનો
અંત લાવવા કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા મૌન તોડ્યું. તેમણે દીકરીઓના અધિકારો, સમાજની જૂની પ્રથાઓ અને
અસામાજિક તત્વો પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે બે-ચાર લોકો નક્કી ન કરી શકે કે દીકરીનો જીવનસાથી કોણ હશે, તેમજ પરિવાર
વિરુદ્ધ પોસ્ટ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી આપી છે.
કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા
પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો એ દરેકનો હું
દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી
રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે, વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે,
મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે, હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા
હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું
એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મ શક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ
જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર
તો છે જ મારી ઢાલની જેમ, મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ, કહેવાતા સભ્ય અને
મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે-ચાર અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી
કરશે કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ઊડવા માટે પાંખો મળી છે ત્યારે તેને વીંજવાની અને એને કાપવાની
વાતો છે આ બધી. દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઊડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં
ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યો છે ત્યારે શું બે-ચાર આવા અસામાજિક
તત્વો નક્કી કરશે કે, એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક્ક નથી?
હું બહુ નસીબદાર છું કે, મને એવો પરિવાર અને એવા પિતા મળ્યા છે કે, જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં
હરખે વધાવી લીધો છે. કારણ કે, ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે, જે આખો ભક્તિમય પરિવાર છે. પરિવારના
લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું મને ખૂબ આદરથી, સત્કારથી એ લોકોએ
સ્વીકારી છે. રાત-દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું, મને ખૂબ જ ગૌરવ છે. હું
તમામ ભ્રમ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છો, બાકીના લોકોના મગજમાં નઈ ઉતરે કદાચ આવા. પણ જે લોકો શિક્ષિત
છે, સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે-ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની
વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનોય નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા
માંગતા હોય ને, તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ ઉપર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો.
દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો આ બધી પ્રતિભા ને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી જો
આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું
પણ છું તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો
કે ,અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે. આર્મીમાં છે, નેવીમાં છે
અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે.
હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો.
જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ.
કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મ કન્યા તરીકે જ્ઞાતિના નીતિ-નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા
પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજા સમાજમાં ક્યાંક લગ્ન કરી લે,
તમને બે-બે વર્ષ સુધી છુપાવે, જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે, ભાઈ હું આ રિલેશનમાં નહિ રહું. મેં મારા પરિવાર માટે
સ્ટેન્ડ લીધો અને કોઈ છોકરાને શું? પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને, ત્યારે હું ભગવાનને પણ છોડવાની
તાકાત ધરાવું છું, એ દીકરી છું હું. બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની
શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલા તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે
અસામાજિક તત્વો છે કે, આમ કરશું ને નાત બહાર કરશું, અરે ભાઈ, તમને 5 હજારમાં કોઈ પગાર પર નોકરીએ રાખવા તૈયાર નથી,
તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા
જેટલા લોકો છે, તેમને મારી વિનંતી છે કે આવા અસામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને
એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય.

