નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ

સોશિયલ મીડિયા પર શેર કરો

સિઝનમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો

રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થવાની શક્યતા

અમદાવાદ 

રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 0.4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *