અમદાવાદ
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન ચરિત્ર ‘ચુનૌતીયા મુઝે પસંદ હૈ’ ના ગુજરાતી અનુવાદ નો વિમોચન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ,ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા અને કડી સર્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ.પટેલના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

