દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડોક્ટરે મજૂરોને ઉડાવ્યા, 2 શ્રમિકોનાં મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં છે. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં છે. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો છે. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં અકસ્માત કરનાર ભરૂચનો ડોક્ટર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ડોક્ટરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાદરા CHC ખાતે લઈ જવામાં આવ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર ઠેર ઠેર રોડનાં સમારકામની કામગીરી ચાલી રહી છે, જ્યાં બેરિકેડિંગ પણ કરેલું છે, તેમ છતાં ડોક્ટરે મજૂરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના 2 મજૂરનાં મોત થયાં છે. ઘટનાને પગલે મજૂરોનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને રોષે ભરાયાં હતાં.

ત્યા  હાજર એક શ્રમિક સાગર પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે લોકો સવારે અહીંથી રોડ મેન્ટેનન્સનાં કામ માટે હાઈવે પરની સાઇટ ખાતે જવા નીકળ્યા હતા. સવારે 8:30 વાગ્યે સાઇટ પર પહોંચ્યા હતા. પોતાનું સેફ્ટી વગેરે બધું જ લગાવ્યું હતું.

મૃતકનાં નામ

દિલીપ દહિયા

મનોજ કુમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *