અમદાવાદ,
ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે ધ્વનિ પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં, અરજદારે તંત્ર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે યોગ્ય અમલ નહીં થતો હોવાની રજૂઆત કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ ગંભીર મુદ્દો છે તમે ઢીલાશ ના રાખી શકો. કામગીરી મુદ્દે બહાનાબાજી ના કરો.
ધ્વનિ પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ભાર આપીને કહ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણ ગંભીર મુદ્દો છે. તમે કામગીરીમાં બહાનાબાજી કરીને ઢીલાશ ના રાખી શકો. તમારી પાસે કામની આશા રાખીએ છીએ. GPCBનું કામ SOP જાહેર કરવાનું છે. નિયમોનું પાલન કરાવાનું કામ પોલીસનું છે.AMC ધ્વનિ પ્રદૂષણ અટકાવવા શું કામ કરી રહી છે? હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સરકારને ટકોર કરી હતી.
તેમજ ધ્વનિ પ્રદૂષણ મુદ્દે છેલ્લા આઠ મહિનામાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેનો જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, ગૃહ વિભાગ અને GPCBએ ધ્વનિ પ્રદૂષણ રોકવા શું કર્યું. કોર્ટના સવાલનો જવાબ આપતાં સરકાર તરફથી કહેવાયું હતું કે, અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કામ કરી રહ્યા છે.ધ્વનિ પ્રદુષણ રોકવા અત્યાર સુધીની કામગીરીનો રિપોર્ટ સોંપવા કોર્ટે સરકારને ટકોર કરી હતી.

