પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવશે

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ ડિવિઝનમાંથી જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 15.12.2025 ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝનમાંથી રેલ્વે સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવે, જીસીએસ હૉસ્પિટલ ની સામે અમદુપુરા અમદાવાદ પિનકોડ: ૩૮૨૩૪૫ માં 21.11.2025 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો.

આ બાબતે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. અરજી ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) કચેરી, પશ્ચિમ રેલવે, અમદુપુરા, અમદાવાદ ખાતે જમા કરવાની રહેશે. અરજી સાથે પેંશનરને પોતાની વ્યક્તિગત વિગતો જેવા કે નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતી અને નિવૃત્તિની તારીખ, PPOની નકલ તથા ફરિયાદનો પ્રકાર ફરજિયાત રીતે ઉમેરવાનું રહેશે. આ પેન્શન અદાલત નિવૃત્ત રેલવે કર્મચારીઓની મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ લાવવા મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *