AAP દ્વારા વિવિધ શહેરોમાં ‘કિસાન મહાપંચાયત’ નું આયોજન; 9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં, 11 નવેમ્બરે ગીર સોમનાથમાં

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સહાય પેકેજ જાહેર કરવા માગ કરાઈ રહી છે. સરકારે પણ ખેડૂતોની સ્થિતિ સમજી સરવે સહિતની યોગ્ય કામગીરી હાથ ધરી છે. પરંતુ, આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘કિસાન મહાપંચાયત’ નું આયોજન કરવામાં આવ્યું છે. 9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં જ્યારે 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે તેમ AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી છે.

આપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે, સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી. મહારાષ્ટ્રમાં ખેડૂતોનાં દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા પણ ખેડૂતોની હાલત ખરાબ છે. મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતનાં ખેડૂતોનું પણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી માગ છે.

રાજ્યમાં માવઠાની માર સહન કરી રહેલા ખેડૂતો માટે સરકાર જલદી યોગ્ય રાહત પેકેજ જાહેર કરે તેવી માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘કિસાન મહાપંચાયત’ નું આયોજન કરવામાં આવ્યું છે. AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે, 9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં જ્યારે 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે. તેમણે કહ્યું કે, ઉ. ગુજરાત, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહાપંચાયત યોજાશે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટિલાયાએ, પંજાબ સરકારની માફક સરવે વિના ખેડૂતોને હેકટર દિઠ 50,000 સહાય કરવા કરેલ માંગણીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ અનુમોદન આપ્યું છે. તેમણે પણ સરકારને તાયફા બંધ કરીને ખેડૂતોને તાકીદે સહાય આપવાની માંગણી કરી છે.

કોઈપણ સર્વે વિના પંજાબ સરકારની જેમ હેક્ટર દીઠ 50 હજારની સહાય ગુજરાત સરકાર આપે તેવી માંગણી વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે, જો 2 દિવસમાં ખેડૂતને સહાય આપવાની વાત કરાશે તો હુ ઉઘાડા પગે મુખ્યમંત્રીનો આભાર માનવા અમદાવાદથી ગાંધીનગર ચાલતો જઈશ. 2 દિવસમાં સર્વે વિના જ દરેક ખેડૂતના ખાતામાં હેક્ટર દીઠ 50 હજાર નાખવામાં આવે તેમ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે.

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, માવઠાને કારણે ખેતીમાં થયેલા નુકશાનથી એક ખેડૂતે આત્મહત્યા કરી છે. મંત્રીઓ ખેતરે જઈને ફોટા પડાવ્યા છે, તો સર્વેનું નાટક કેમ કરવામાં આવે છે. ભાજપના મંત્રીઓની ખેડૂતોની મુલાકાત બાદ પણ સરકારને તેમના મંત્રી પર ભરોસો નથી રહ્યો. મંત્રીઓની મુલાકાત માત્ર ફોટો પડાવવા માટે હતી કે શું ? શા માટે મંત્રીની મુલાકાતનો રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો નથી.

ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી અને જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સરવેનું નાટક કરવામાં આવે છે તે સમજાતુ નથી. ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક જ કોઈ પણ જાતના સરવે વિના, ખેડૂતોને હેકટર દિઠ રૂપિયા 50,000 ની આર્થિક મદદ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *