રાજકોટ : જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ,

રાજકોટનાં જસદણ ખાતે શનિવારે એક સ્કુલ બસ નો અકસ્માત થયો હતો જેમાં, તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં દુર્ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ૧૫થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત અંગે આટકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતે મળતી માહિતી મુજબ, જસાપરથી નવાગામ ખાતે તુલસી વિવાહના પ્રસંગમાં જમણવારમાં જતી એક ખાનગી બસને જીવાપર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *