(જી.એન.એસ) તા. 1
ભારતના અને રાજ્યો સહીત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ વરસાદે રીતસરની તારાજી સર્જી છે. જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ખાંભા અને જાફરાબાદ તાલુકા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત્ છે. ડેમની જળસપાટી હાલ 189.515 મીટર નોંધાઈ છે. ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાવવાને આરે છે. ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. મુખ્ય એક નંબરનો દરવાજો 0.85 ફૂટ સુધી ખોલાયો છે. ધરોઈ ડેમમાંથી જમણી મુખ્ય નહેરમાં પાણી છોડાયું છે.
ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક થઈ છે. ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમની જળસપાટી હાલ 189.515 મીટર નોંધાઈ છે. ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાવવાને આરે છે. ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.
ખાંભાના તાતણીયા, ઉમરીયા, લાસા,ધાવડીયા, ગીદરડીમાં વરસાદ વરસ્યો છે. તેમજ ભારે વરસાદ ખાબકતા તાતણીયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા. મોડી રાતના પૂરના પાણી ઘૂસ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદીનાળાઓ બે કાંઠે વહેતા થયા છે. ખેડૂતોનો તમામ મગફળી, કપાસ સહિત પાક બરબાદ થયો છે.

જાફરાબાદ તાલુકામાં ભારે તારાજી જાફરાબાદ તાલુકાના માણસા, પાટી, હેમાળ, લોર, ફાસરીયા ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. અહીંના મોટા માણસા ગામની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં ભારે વરસાદને કારણે ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે. ગામની બજારમાં એટલો પ્રવાહ હતો કે એક બાઇક પણ પાણીમાં તણાઈ ગયું હતું.
સતત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. ભારે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ જતાં ડેમના 2 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ, ધાતરવડી નદીમાં પૂર આવતા ધાતરવડી ડેમ 2 માં 5400 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાયડી ડેમના નીચાણવાળા ગામો જેવા કે મોટા અને નાના બારમણ, ચોતરા, મીઠાપુર તેમજ ધાતરવડી ડેમના નદીકાંઠાના ગામોને ઍલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં કોઈને પણ અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

