સુરત કામરેજનાં ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર/સુરત,

ગુજરાતની સરકારનાં નવા મંત્રીમંડળમાં શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ સુરતની (Surat) કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે.

રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર પ્રફુલ પાનસેરિયાને ફરી એકવારમાં નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે, 54 વર્ષીય પ્રફુલ પાનસેરિયાનો જન્મ 1 જૂન, 1971 નાં રોજ થયો હતો. પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા પાટીદાર ચહેરા છે, જેઓ મૂળ સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર સમાજના છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012 થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેમણે MA (રાજનીતિ વિજ્ઞાન) અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે, જે તેમને ભાજપનો એક શિક્ષિત ચહેરો બનાવે છે. પ્રફુલ પાનસેરિયાની ખાસ વાત એ છે કે તેઓ મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતા તરીકેની છાપ ધરાવે છે.

ડાયમંડ સીટી સુરતથી ભાજપના યુવા મોરચાથી તેઓ રાજકીય કારકિર્દીમાં જોડાયા હતા. વર્ષ 2012 માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદથી તેઓ રાજકારણમાં સતત સક્રીય રહ્યા છે. વર્ષ 2022 માં પણ કામરેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેમણે પોતાનાં રાજકીય સફરમાં સતત વિકાસ અને શિક્ષણનાં મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ફરી મંત્રીમંડળમાં સ્થાન મળતા અને મંત્રી પદના શપથ લેતા તેમનાં સમર્થકોમાં ખુશીનો માહોલ છે. કામરેજ ભાજપ તાલુકા કાર્યાલયમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *