બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે 2 વર્ષ જેલની સજા ફટકારી

સોશિયલ મીડિયા પર શેર કરો

જામનગર,

બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે એક કરોડની રકમ ઉછીની લીધી હતી તેની પછી ચકવણી ના કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ મામલે જામનગર કોર્ટે ફટકારેલી ફિલ્મ ડાયરેક્ટરને બે વર્ષની સજા સેશન્સ કોર્ટે યથાવત રાખી છે.

રાજકુમાર સંતોષીને સેશન્સ કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે 10 લાખના ચેકથી બમણો દંડ અને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે આરોપી સંતોષીને આગામી 27 ઓક્ટોબર, 2025 સુધીમાં કોર્ટમાં હાજર થવા પણ આદેશ આપ્યો છે. આમ જો આરોપી હાજર ન થાય તો ધરપકડ કરવા કોર્ટે આદેશ કર્યો છે.

આ મામલે મળતી સમગ્ર માહિતી મુજબ, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ એચ. લાલે ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને રૂ. એક કરોડ ઉધાર આપ્યા હતા. આ દરમિયાન રાજકુમાર સંતોષીએ ઉદ્યોગપતિ અશોકભાઈને રૂ. 10 લાખના દસ ચેક આપ્યા હતા, જે તમામ રિટર્ન થતાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સંતોષી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દે સંતોષીને નોટિસ પણ ફટકારાઈ હતી. આમ છતાં તેમણે રકમ નહીં ચૂકવતા અશોકભાઈએ જામનગર કોર્ટમાં વર્ષ 2017માં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *