પાવાગઢ દર્શનાર્થીઓને લૂંટતી ગેંગના 4 સભ્યોને પોલીસે મોબાઈલ અને વાહન સાથે ઝડપી પાડ્યા 

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

પાવાગઢના બે દર્શનાર્થીને વડોદરા નજીક હાઇવે પર લૂંટ કરનાર ગેંગને વડોદરાની હરણી પોલીસે ઝડપી પાડયા હતા. 

પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિધ્ધપુર ખાતે રહેતા કેશુરામ લબાના અને તેના સંબંધી ગઈ તા.30મી એ બસમાં પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મધરાતે હાલોલને બદલે આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા અને ત્યાંથી તેઓ ચાલતા ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ટુ વ્હીલર પર ચાર લૂંટારા આવ્યા હતા અને લિફ્ટ આપવાના નામે બંનેને બેસાડી અવાવરું સ્થળે માર મારીને લૂંટી લીધા હતા. 

આ બનાવમાં ની તપાસ કરતા હરણી પોલીસે મોટરસાયકલ અને સ્કૂટરના નંબરને આધારે સીસીટીવી ફૂટેજ તપાસી ચાર જણાને ઝડપી પાડ્યા છે. પકડાયેલાઓમાં બે ભાઈઓ રાહુલ રામાભાઈ ચેનાની અને સિદ્ધાર્થ ચેનાની ઉપરાંત ચિરાગ ચિમ્પાન શિવપ્રસાદ અગ્રવાલ અને જગદીશ ઉર્ફે છોટુ બીપીનભાઈ રોહિત (તમામ રહે.મા શક્તિ વુડાના મકાનમાં, કમલાનગર, આજવારોડ)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી લૂંટેલો મોબાઇલ તેમજ બંને ટુ-વ્હીલર કબજે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *