- સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવણી.
- કુલ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા, કુલ 13 જેટલા વિષયોનો સમાવેશ.
- પ્રત્યેક દિવસની ‘Theme Based’ ઉજવણી
યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું આયોજન.આ ઉજવણી દરમિયાન ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવાનું આયોજન.
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ ભારત વિકાસ પ્રતિજ્ઞા વિભાગઃ સામાન્ય વહીવટ વિભાગ
- વિધાનસભાના પ્રાંગણમાં માન. મુખ્યમંત્રીશ્રી, માન. મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે.
- આ જ સમયે રાજ્યના 34 જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે.
- આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
- આ કાર્યક્રમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા વિકાસ સપ્તાહની વિધિવત શરૂઆત કરવામાં આવશે.
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ યુવા સશક્તિકરણ કાર્યક્રમ વિભાગઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
- 7 થી 15 ઓક્ટોબર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન.
- સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના Locations ઉપર પદયાત્રા.
- દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન,
- ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ
- મુખ્ય કાર્યક્રમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે
- જેમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત-2047 ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન , ચિંતન કરાશે અન્ય 50 સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ આત્મનિર્ભર ભારત વિભાગઃ સહકાર વિભાગ
માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલ લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રીને 1 કરોડ થી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ.
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી માર્ગદર્શનમાં દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજિક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડ જેટલા પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે.
વિષયો – આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હૈ, આયુષ્માન ભારત, નાણાંકીય સમાવેષીકરણ અને DBT , સોલાર રૂફટોપ યોજના, તા. 22 સપ્ટેમ્બર થી આવેલ GST સુધારા.
દર વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા 1.50 કરોડ પોસ્ટ કાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં 1 કરોડથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા તે અભૂતપૂર્વ સિદ્ધિ છે.
7 ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે કરાયું છે જેને લોકો નિહાળી શકશે.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટકાર્ડ
રાજ્યની જુદી જુદી કૉલેજોના વિદ્યાર્થીઓએ માન. વડાપ્રધાનશ્રીના
સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદૂર, જી.એસ.ટી. ક્રાન્તિ અને ભારતને અગ્રેસર બનાવવાની પહેલને આવકારી, પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી .
જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ 4.50 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા.
આ ઉપરાંત ૧૦૦ કૉલેજ / યુનિવર્સિટીમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાનોનું પણ આયોજન કરાયું , જે પૈકી ૬ર વ્યાખ્યાનો પૂર્ણ થયેલ છે. જેમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવવાથી રાજ્ય અને રાષ્ટ્રને સમૃદ્ધ અને ઉત્કૃષ્ટ બનાવવાના સોપનો બતાવવામાં આવ્યા.
તારીખ 08/10/2025
કાર્યક્રમનું નામઃ રોજગાર મેળો વિભાગઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
- ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ, અન્ય કુલ 33 રાજ્યવ્યાપી કાર્યક્રમો.
- 50 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ.
- 25 હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ.
- ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે 100 થી વધુ MOU
ઉદ્યોગ અને ખાણ વિભાગઃ
તા. 09 અને 10 ઓક્ટોબર, 2025 – ઉદ્યોગ સાહસિકતા દિવસ
મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન
- MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ
- રીવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો.
- અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@2047ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન વગેરે
- ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન.
તા. 11 ઓક્ટોબર, 2025
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
- વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ.
- પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન.
- વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન.
- ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત.
- રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત.
- તા. 15/10/2025ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં 1 કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત.
- ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન.
- તમામ સરકારી સંસ્થાઓમાં “ સ્વચ્છતા શપથ”.
- તારીખ: 12/10/2025 થી 13/10/2025
વિભાગ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
- નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ.
- સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન.
- તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રીસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન.
- તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા.
તારીખ: 14/10/2025
કાર્યક્રમ: કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન.
તારીખ: 15/10/2025
કાર્યક્રમ: ખાતમુહૂર્ત અને લોકાર્પણ ના કાર્યક્રમો, વિભાગ : સામાન્ય વહીવટ વિભાગ
લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે (કાર્યક્રમનું આયોજન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા કરાશે)
- રૂ. 1 કરોડથી થી રૂ. 25 કરોડ સુધીના રૂ. 3326 કરોડના કામો.
તા. 07/10/2025 થી 15/10/2025
વિભાગઃ શિક્ષણ વિભાગ
- Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર.
- દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમ (તા. 15/10/2025, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે)
તા. 07/10/2025 થી 15/10/2025
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
આરોગ્યની વિવિધ યોજનાઓ થકી વિકાસ સપ્તાહ દરમ્યાન લક્ષ્યાંક હાસલ કરવા ખાસ ઝુંબેશ
- અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ
- નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું
- ૩૨ કિ.ગ્રા.થી ઓછું વજન ધરાવતી અંદાજિત ૧૦૦૦ સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ
- વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ
- વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક માન. ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્રી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ
- રાજ્ય નાં ૨૪ શહેરોમાં “સ્વસ્થ હૃદય” વોક નું આયોજન
- રાજ્યની ૨૪ મેડીકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation) તાલીમ શિબિરોનું આયોજન
- કેન્સર સ્ક્રીનીંગની ટ્રેનિંગ માટેનું જીસીઆરઆઇ સાથે એમ.ઓ.યુ.
- ૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન
- જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ
- પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ
- સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરી નું E book મારફતે લોન્ચિંગ
તા. 07/10/2025 થી 15/10/2025
માહિતી અને પ્રસારણ વિભાગ
- 24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના શીર્ષક હેઠળની પુસ્તિકાનું પ્રકાશન
- My.Gov.India પોર્ટલ પરથી વિકાસ સપ્તાહ ક્વિઝ કમ્પીટીશનનું આયોજન
- My.Gov.India પોર્ટલ પરથી ફોટો અને રીલ કમ્પીટીશનનું આયોજન
7.
આજે ૭ ઓકટોબર એટલે – વિશ્વ કપાસ દિવસ
(જી.એન.એસ) તા.6
ગાંધીનગર,
કપાસમાં ગુજરાત ૨૩.૭૧ લાખ હે. વાવેતર વિસ્તાર, ૭૧ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેકટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ગુજરાતના અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ: ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં ૩૭૩ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટરનો વધારો
ગુજરાતે વિકસાવેલી કપાસની સંકર-૪ જાત પછી સમગ્ર દેશમાં શરૂ થયેલા સંકર કપાસ યુગથી ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો
મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.
ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે, જે દેશની સરેરાશ કપાસ ઉત્પાદકતા કરતા પણ વધુ છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને કપાસ દ્રારા અબજો રૂપિયાની આવક થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.
વર્ષ ૧૯૭૧માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-૪ નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ ૨૦૨0-૨૧માં ભારતે રેકોર્ડ બ્રેક રૂ. ૧૭,૯૧૪ કરોડની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૯ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.
ગુજરાત આજે કપાસના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમે છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. આજે દેશના કુલ કપાસ વાવેતરમાં ૨૦ ટકા અને કુલ કપાસ ઉત્પાદનમાં આશરે ૨૫ ટકાનો ફાળો ગુજરાતનો છે. રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ રહેશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રી કહ્યું કે, બીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ ૨ બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ને વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં અન્ય બે બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૧૦ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૧૨ બીજી-૨ જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની ચાર જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી.
સમગ્ર વિશ્વમાં સતત થઇ રહેલ વસ્તી વધારાના કારણે ભવિષ્યમાં કુદરતી રેસા, વસ્ત્રો, ખાદ્યતેલ અને પશુ આહાર માટેના કપાસીયા ખોળની હાલ કરતા વર્ષ ૨૦૩૦ સુધીમાં દોઢ ગણી અને ૨૦૪૦ સુધીમાં બમણી સંભવિત જરૂરીયાતો ઊભી થશે. આ જરૂરિયાતોને ધ્યાને લઈને સંશોધનો, નવા અને અદ્યતન વિચારો તેમજ ઘરેલું ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવી કપાસની નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં ગુજરાત અમૂલ્ય ફાળો આપી શકે છે, તેવો મંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

