ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચના કરાઈ

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસ-કોચિંગ ક્લાસને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ખાનગી ટ્યૂશન માટે હવે નવો કાયદો આવશે. ખાનગી ટ્યૂશન સંચાલકો સામે નવો કાયદો લાવવા સરકારે શિક્ષણ બૉર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી બનાવી છે. 8 સભ્યોની આ કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે મુસદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટીમાં સભ્ય તરીકે રાખી શકાશે. કમિટી આ કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરી સરકારને સોંપશે.

આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.

આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.

આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે.

મીડિયા સુત્રો દ્વારા પ્રાથમિક રિપોર્ટ અનુસાર, ટ્યૂશનમાં શુલ્કની મર્યાદા, વિદ્યાર્થીઓની સુરક્ષા, માનસિક આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. કમિટી દ્વારા ટ્યૂશન ક્લાસિસ અંગે આવતી રજૂઆતો અને અભિપ્રાયોનું વિશ્લેષણ કરવામાં આવશે. ત્યાર બાદ ટ્યુશન અને કોચિંગ ક્લાસોના નિયમો-કાયદાઓનો વ્યાપક અભ્યાસ કરીને વ્યવસ્થિત નવો કાયદાનો ખસેડો તૈયાર કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *