નવી દિલ્હી,
મંગળવારે સવારે રાજ્યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતદાન કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી તે પછી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં, રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માં રાધાકૃષ્ણન તેમના પ્રતિસ્પર્ધી બી. સુદર્શન રેડ્ડી સામે 452 મત મેળવીને સ્પષ્ટ વિજેતા બન્યા, જેમને 300 મત મળ્યા. જીતનું અંતર 152 મત રહ્યું.
૨૧ જુલાઈના રોજ શ્રી જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી બની હતી.
રાધાકૃષ્ણનને ભારતીય જનતા પાર્ટી (બીજેપી), તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), જનતા દળ યુનાઈટેડ (જેડીયુ), શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), આસોમ ગણ પરિષદ (એજીપી), લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), જનતા દળ સેક્યુલર (જેડીએસ), અખિલ ભારતીય અન્ના એઆઈએમએઆઈ અને ડૉ. જગન મોહન રેડ્ડીની YSRCPએ પણ રાધાકૃષ્ણનની તરફેણમાં મતદાન કર્યું હતું. બીજી તરફ, રેડ્ડીને કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (TMC), ઝારખંડ મુક્તિ મોરચા (JMM), આમ આદમી પાર્ટી (AAP), રાષ્ટ્રીય જનતા દળ (RJD), શિવસેના (UBT), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) અને અન્ય ડાબેરી પક્ષો, સહિત અન્યનો ટેકો મળ્યો હતો.
બીજુ જનતા દળ (બીજેડી), ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત અનેક પક્ષો મતદાનથી દૂર રહ્યા હતા. રાધાકૃષ્ણનને ૪૩૭ મત મળવાની ધારણા હતી, પરંતુ તેમને ૪૫૨ મત મળ્યા, જ્યારે રેડ્ડીને ૩૦૦ મત મળ્યા, જેમને ઓછામાં ઓછા ૩૨૪ મત મળવાની ખાતરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં દિવસની શરૂઆતમાં સંસદ સંકુલના મતદાન મથકમાં પહેલો મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, જીતેન્દ્ર સિંહ અને એલ મુરુગન પણ હતા.
સવારે 15મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન શરુ થાય તે પહેલા સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મતદાન થવાનું છે. આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ.’
જ્યારે બીઆરએસ, બીજેડી અને શિરોમણી અકાલી દળ સહિત ઘણા પક્ષોએ મતદાનથી દૂર રહ્યા હતા.
સી.પી. રાધાકૃષ્ણન (67 વર્ષ), તમિલનાડુના ભૂતપૂર્વ BJP પ્રમુખ અને કોયમ્બતુરથી બે વખત લોકસભા સાંસદ રહ્યા, RSSની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ 2023થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે, અને NDAએ તેમને ‘દક્ષિણ ભારતમાં BJPનો આધાર મજબૂત કરનારા’ તરીકે રજૂ કર્યા. વડાપ્રધાન મોદીએ તેમની નિમણૂકને ‘દેશભરમાં ઉત્સાહ’ ગણાવ્યો છે.
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDA ઉમેદવાર હત. તેઓ તમિલનાડુમાં ભાજપના એક મોટા વ્યક્તિત્વ છે. તેઓ બે વાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. આ સાથે, ઇન્ડિયા બ્લોકે તેમની સામે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે.
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.
રાધાકૃષ્ણનની સંસદીય કારકિર્દી ૧૯૯૮માં શરૂ થઈ હતી, જ્યારે તેમણે કોઈમ્બતુર મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. ૧૯૯૯માં તેમણે આ બેઠક જાળવી રાખી હતી, ૧૯૯૮માં ૧.૫ લાખથી વધુ મતો અને ૧૯૯૯માં લગભગ ૫૫,૦૦૦ મતો મેળવીને બહુમતી મેળવી હતી. આ જીત કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટો પછી મળી હતી, જેના કારણે આ પ્રદેશમાં ભાજપની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો હતો.
પક્ષમાં તેમનો પ્રભાવ સતત વધતો ગયો, જેના કારણે તેમને ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે ભારતીય નદીઓને એકબીજા સાથે જોડવા, અસ્પૃશ્યતા નાબૂદ કરવા અને આતંકવાદ સામે લડવા જેવા મુદ્દાઓ માટે પ્રચાર કરવા માટે ૯૩ દિવસની રથયાત્રા કાઢી હતી.
૨૦૦૪માં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) એ ભાજપ સાથેની ભાગીદારીનો અંત લાવ્યા પછી તમિલનાડુમાં એનડીએના જોડાણોને પુનર્જીવિત કરવામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

