શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

આવતા વર્ષ 2026થી ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં ફેરફાર થશે. જેમાં સુરતમાં શિક્ષણમંત્રી Praful Pansheriyaનું નિવેદન સામે આવ્યું છે. તેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે. તથા ધો. 10 અને ધો.12ની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાશે. સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ A દ્રષ્ટિહીન માટે વિકલ્પ B રહેશે. 2025માં પશ્નોના વિકલ્પોને લઈ વિદ્યાર્થી મૂંઝવણમાં હતા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ બોર્ડની પરીક્ષામાં સામાન્ય વિદ્યાર્થી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ ઊભી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન માટેના પ્રશ્નોના જવાબો લખી નાખ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને 12ના પ્રશ્નપત્રને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને ધોરણ-12ના ગણિત, સામાન્ય વિજ્ઞાન, અંગ્રેજ, અર્થશાસ્ત્ર સહિતના વિષયોના પ્રશ્નપત્રોમાં ચિત્ર/આકૃતિ/ગ્રાફ/નકશા આધારિત પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પ્રશ્નો આપવા મામલે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ નોંધ લેવા જણાવ્યું છે. 

આ બાબતે શિક્ષણમંત્રીએ પ્રફૂલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે, ‘ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં મૂંઝવણ ઊભી થઈ હતી. જેમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેના સવાલો સામાન્ય વિદ્યાર્થીએ લખ્યાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે આ ક્ષતિને દૂર કરીને ધોરણ 10-12ના પશ્નપત્રમાં આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે.’

ગત વર્ષે યોજાયેલી જાહેર પરીક્ષામાં ધો.10 અને ધો.12 માટે નિયમિત અને દ્રષ્ટિહીન બંને વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર મળતું હતું. તેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો મૂકાયેલા હોવાથી નિયમિત વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. કેટલાક વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન માટેના સરળ પ્રશ્નોના જવાબ લખીને આવ્યા હતા. આ ગેરસમજ ટાળવા માટે જ બોર્ડે આ વર્ષે નવું પરિરૂપ જાહેર કર્યું છે. આ ફેરફારથી કોઈપણ વિદ્યાર્થી મૂંઝવણમાં નહીં પડે. તથા પરીક્ષાનો ન્યાયસંગત માહોલ રહેશે. આ બાબતની પૂરતી જાણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *