ગાંધીનગર,
મુખ્યમંત્રીશ્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

તેમણે ધોળેશ્વર મહાદેવના મહંતશ્રી રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

