અમરેલીના પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતી બોટ દરિયામાં પલટી

સોશિયલ મીડિયા પર શેર કરો

અમરેલી,

અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના ટળી હતી જેમાં, રાજુલામાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટ ઓલવરલોડ હોવાના કારણે પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. 

પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં બોટ પલટી

અમરેલીમાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરયલ ભરતા બોટ પલટી મારી ગઈ હતી. બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા આવ્યા હતા. આ દુર્ઘટનામાં 1 મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા છે.

શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ રહે છે. રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. બોટ પલટી મારવાની ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *