પેરુમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું અને 36 લોકો ઘાયલ થયા.

સોશિયલ મીડિયા પર શેર કરો

પેરુમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ભૂસ્ખલન થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 36 લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે, બપોરના થોડા સમય પહેલા ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ રાજધાની લીમાની બાજુમાં આવેલા બંદર શહેર કલ્લાઓથી લગભગ 30 કિલોમીટર (20 માઇલ) દૂર હતું. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે તેની તીવ્રતા 5.6 જણાવી હતી.

પેરુએ જણાવ્યું હતું કે ભૂકંપથી સુનામીની ચેતવણી આપવામાં આવી ન હતી.

રાષ્ટ્રીય પોલીસે જણાવ્યું હતું કે લીમામાં એક વ્યક્તિનું કાર પર દિવાલ પડતાં મૃત્યુ થયું હતું. વધુમાં, ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરે લીમામાં 36 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ આપ્યા છે.

રાષ્ટ્રપતિ દિના બોલુઆર્ટે નાગરિકોને “શાંત” રહેવાની હાકલ કરી હતી, નોંધ્યું હતું કે દક્ષિણ અમેરિકન દેશના પેસિફિક દરિયાકાંઠે સુનામીની કોઈ ચેતવણી નથી.

ટીવી ચેનલ લેટિનાએ રાજધાની શહેરના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના ફૂટેજ બતાવ્યા હતા. ભૂકંપને કારણે લીમામાં રમાઈ રહેલી એક મોટી ફૂટબોલ રમત પણ સ્થગિત કરવામાં આવી હતી. શહેરની સબવે સેવા પણ બંધ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, પેરુ એટલે ૩૪ મિલિયન લોકોનું ઘર અને તે રિંગ ઓફ ફાયર પર આવેલું છે, જે પેસિફિક બેસિનની આસપાસ તીવ્ર ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિનો વિસ્તાર છે. પેરુમાં દર વર્ષે સરેરાશ ઓછામાં ઓછા ૧૦૦ ભૂકંપ આવે છે જે શોધી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *