અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમોએ 3 દિવસમાં બાળકી ને ગોતી લીધી, આરોપીને ઝડપી લેવાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સઘન કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. અપહરણકર્તાઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ચાર વર્ષની બાળકીના વાળ કાપી નાખ્યા પરંતુ અપહરણકર્તાઓ ક્રાઈમ બ્રાન્ચને મૂર્ખ બનાવી શક્યા નહીં. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 72 કલાકમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો.

નવરંગપુરા વિસ્તારમાંથી એક માસૂમ 4 વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અન્ય કાર્યક્રમોને લઈ ઘણા બંદોબસ્ત હોવા છતાં બાળકીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 70 થી વધુ ક્રાઈમ બ્રાન્ચ પોલીસકર્મીઓ સામેલ હતા. તમામ ટીમો દ્વારા સતત 3 દિવસ સુધી રાત-દિવસ બાળકને શોધવા માટે સઘન તપાસ કરવામાં આવી હતી.

4 વર્ષની બાળકીના પરિવારને તેમની ખોવાયેલ બાળકી પોલીસને મળી હોવાની માહિતી મળતાં જ તેઓ સ્થાનિક ધારાસભ્ય સાથે અમદાવાદ પોલીસ કમિશનર પાસે પહોંચ્યા અને તેમનો આભાર માન્યો. આ પ્રસંગે બાળકીના પરિવારની આંખોમાં આંસુ આવી ગયા. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભૂતપૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે આ કેસ ઉકેલવા માટે ખાસ એવા પોલીસકર્મીઓને નિયુક્ત કર્યા હતા જેઓ આ સમગ્ર કેસને કેવી રીતે હેન્ડલ કરવો તે જાણતા હતા. અમદાવાદ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 100 થી વધુ બાળકોને બચાવ્યા છે. આ સંદર્ભમાં 48 થી વધુ ગુના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *