અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી 5 ટ્રેનો રદ્દ
અમદાવાદ,
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું છે. દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂજ-અમદાવાદ-ભૂજ, ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભૂજ-રાજકોટ-ભૂજ ટ્રેનો રદ કરવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર પોસ્ટ કરીને રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી આપવામાં આવી હતી. જેમાં ભૂજ, ગાંધીનગર, રાજકોટ રૂટની પાંચ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રદ કરવામાં આવેલી ટ્રેનો:-
Train No. 94801 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપિડ રેલ (9 મે 2025)
Train No. 94802 ભૂજ- અમદાવાદ નમો ભારત રેપિડ રેલ (10 મે 2025)
Train No. 22483 જોધપુર-ગાંધીધામ સુપરફસ્ટ એક્સપ્રેસ (9 મે 2025)
Train No. 22484 ગાંધીધામ-જોધપુર સુપરફસ્ટ એક્સપ્રેસ (10 મે 2025)
Train No. 09446/09445 ભૂજ-રાજકોટ-ભૂજ સ્પેશિયલ ટ્રેન (10 મે 2025)