જમ્મુ,
હલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળે(BSF) પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં 7 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જે બાદ ફરી એકવાર શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાને ગોળીબાર શરૂ કરી દીધો છે. પાકિસ્તાને ઉરીના ગોહાલન ગામને નિશાન બનાવ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ કૃત્યનો યોગ્ય જવાબ આપી રહી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે (8 એપ્રિલ) મોડી રાત્રે, BSF એ સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટી ઘૂસણખોરી કરી હતી, જેને સેનાએ નિષ્ફળ બનાવી હતી.