ઢાકા,
બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બર 2025ના રોજ ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ પ્રભુને લગભગ 6 મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પહેલા કોર્ટે જાન્યુઆરીમાં જામીન અરજી ફગાવી દીધી હતી, જોકે દાસાના બચાવ પક્ષે દલીલ કરી હતી કે તેને માતૃભૂમિ પ્રત્યે ઊંડો આદર છે, જે તેની માતા પ્રત્યેના આદર જેટલો જ છે, અને તે દેશદ્રોહી નથી.
જે બાદ, ફેબ્રુઆરીમાં બાંગ્લાદેશ હાઈકોર્ટે બાંગ્લાદેશી સરકારને પૂછ્યું હતું કે દાસને જામીન કેમ ન આપવા જોઈએ, જેમ કે તેમના વકીલે પુષ્ટિ આપી હતી. “બાંગ્લાદેશ હાઈકોર્ટે સરકારને બે અઠવાડિયામાં ચુકાદાનો જવાબ આપવા કહ્યું છે,” દાસના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યજીએ જણાવ્યું હતું.
આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી મહિતી મુજબ, આ કેસમાં મુખ્ય આરોપી તરીકે હિન્દુ નેતાને ૧૬૪ ઓળખાયેલા વ્યક્તિઓ અને ૪૦૦ થી ૫૦૦ અજાણ્યા લોકો સાથે દર્શાવવામાં આવ્યા છે. તેઓ પહેલાથી જ રાજદ્રોહના આરોપમાં જેલમાં છે.
ફરિયાદ હેફાઝત-એ-ઇસ્લામ બાંગ્લાદેશના સભ્ય ઇનામુલ હકે નોંધાવી હતી. નોંધનીય છે કે, હેફાઝત-એ-ઇસ્લામ ૨૦૧૦ માં રચાયેલ એક કટ્ટરવાદી જૂથ છે જે પ્રગતિશીલ કાયદાઓનો વિરોધ કરે છે અને બાંગ્લાદેશમાં ઇસ્લામિક કાયદો લાદવાની માંગ કરે છે. તેમની ફરિયાદ ચિત્તાગોંગ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મોહમ્મદ અબુ બકર સિદ્દીકની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.