નવી દિલ્હી,
આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોને મોત થતાં દેશભરમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં આ હુમલાની વિશ્વભરમાં પણ ટીકા થઈ રહી છે. જોકે હુમલા બાદ પણ પાકિસ્તાને નફ્ફટાઈની પણ હદ વટાવી દીધી છે. ભારતે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાનના નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનના પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
કંગાળ પાકિસ્તાનમાં આવેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ પર ઝેર ઓકતા કહ્યું હતું કે, નદીમાં લોહી વહેશે જેનો ભારતના મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, ‘બિલાવલ ભુટ્ટો બેવકૂફ છે, તેણે તેની માનસિક સ્થિતિની તપાસ કરાવવી જોઈએ. તેઓ કેવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. હવે બહુ થયું, અમે સહન નહીં કરીએ. માત્ર થોડા દિવસની રાહ જોઈ લો…’