અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વડોદરાના 26 વર્ષના યુવકની અટકાયત બાદ પૂછપરછ

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મેસેજ મોકલીને મોતની ધમકી આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, આ મામલે પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે.

આ મામલે મળતી જાણકારી મુજબ, સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વરલી પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે, જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ મયંક પંડ્યા તરીકે થઈ છે, જેની પોલીસ ટીમે પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં નોટિસ પાઠવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડોદરાના મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “હું સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશું અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ.’ જોકે મેસેજમાં બિશ્નોઈ ગેંગનું નામ નહોતું, પરંતુ તેનો સ્વર અભિનેતાને મળેલી અગાઉની ધમકીઓ જેવો જ હોવાનું કહેવાય છે. મેસેજના આધારે, વરલી પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *