નવી દિલ્હી,
કોંગ્રેસ ની તકલીફોમાં વધારો, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પલેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટની નોંધ લેવા અંગેની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે.