સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ 

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત,

ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને ઇજા પંહોચતા પોલીસે હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી.

સરદાર માર્કેટમાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાય છે કે બે શખ્સ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકેની કામગીરી કરી છે તેઓ મહિલાઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. સિક્યુરીટી ગાર્ડ અને મહિલાઓ વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી. સામાન્ય બબાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જેના બાદ મહિલાઓના પરીવારના લોકોએ પણ સિક્યુરિટી ગાર્ડને માર્યા હતા. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ દોષિત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્યકુમાર રાજેશ કુમાર સીંગની ધરપકડ કરી. વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના સુરતમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં બે શખ્સો માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ઘટના મામલે ડીસીપીએ પ્રતિક્રિયા આપી હતી કે, ગત 6 એપ્રિલના રોજનો સુરત APMCના ગેટ નં.2 પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રીને માર મારતા જોવા મળે છે. જો કે, મહિલા તેના પતિ અને પુત્રી અવારનવાર શાકમાર્કેટમાં ચોરી કરવા માટે આવતા હતા. જેથી એ દિવસે સિક્યુરિટી ગાર્ડ મહિલા અને તેના પતિ-પુત્રીની ઓળખ કરી લેતા તેમને અંદર જતા રોક્યા હતા. જેમાં બોલાચાલી થઈ હતી. જેમાં મહિલાના પતિએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું માથુ ફાટી ગયું હતું. જ્યારે અન્ય એકના હાથે ફેક્ચર થઈ ગયું છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રી પર એટેક કર્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *