વોશિંગ્ટન,
અમેરિકાની સંસદમાં મૂકાયેલા નવા બિલમાં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ બંધ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે હવે આ દરખાસ્ત મૂકાતાં અમેરિકામાં ૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ગયા છે. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) હેઠળ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)નો અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન કરી રહ્યા પછી ૩ વર્ષ સુધી યુએસમાં કામ કરવાની મંજૂરી મળે છે જ્યારે સાયન્સ સ્ટ્રીમ સિવાયના વિદ્યાર્થીઓને ૧ વર્ષ માટે અમેરિકામાં રહીને નોકરી શોધવાનો સમય અપાય છે.
જો કદાચ આ બિલ પસાર થશે તો વિજ્ઞાાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતનો અભ્યાસ કરી રહેલા ૩ લાખ ભારતીય વિદ્યાર્થીએ સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓએ બિસ્તરાં-પોટલાં બાંધીને પોતપોતાના દેશ રવાના થઈ જવું પડશે. જે વિદ્યાર્થીઓ H-1B સહિતના કોઈ વિઝા મેળવી લેશે તો અમેરિકામાં રહી શકશે પણ અમેરિકા વિઝા નિયમો આકરા બની રહ્યા છે એ જોતાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ વતન પાછા ફરવું પડે એવી જ હાલત થઈ જશે. ‘ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ અમેરિકન એક્ટ ૨૦૨૫’ નામના આ બિલમાં OPT ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દરખાસ્ત છે. અમેરિકામાંથી શિક્ષણ પતે પછી વિદ્યાર્થીઓને પોતપોતાના દેશમાં પાછા મોકવવાના અગાઉના આવા પ્રયાસો નિષ્ફળ ગયા છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વિદેશીઓના અમેરિકામાં નિવાસ અને સિટિઝનશીપ અંગેના નિયમો આકરા બનાવામાં રસ લઈ રહ્યા હોવાથી આ બિલ પસાર થઈ જાય એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, યુએસ કોંગ્રેસમાં આ બિલ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ રજૂ કર્યું છે તેથી પણ ટ્રમ્પનો દોરીસંચાર હોવાની શક્યતા છે. બિલ રજૂ કરનારા રીપબ્લિકન સાંસદોની દલીલ છે કે વિઝા પ્રોગ્રામ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકન સ્નાતકો કરતાં વધારે લાભ આપે છે અને અમેરિકનોને અન્યાય કરે છે. અમેરિકન વહીવટીતંત્ર દ્વારા સામુહિક દેશનિકાલ સહિતના ઇમિગ્રન્ટ વિરોધી પગલાં લેવાઈ રહ્યાં છે તેના કારણે આ બિલ સરળતાથી પસાર થઈ જાય એવો અંદાજ છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રથમ કાર્યકાળમાં ઈમિગ્રન્ટ્સ માટે આકરા નિયમો બનાવવાની શરૂઆત કરી હતી. બીજી ટર્મમાં ચૂંટાયા પહેલાં તેમણે પ્રચાર દરમિયાન વિદેશીઓને અમેરિકામાંથી તગેડી મૂકવાનું વચન આપેલું. ટ્રમ્પ પોતાના ચૂંટણી વચનને પાળવા આતુર હોવાથી આ બિલ પસાર થઈ જશે એવું લાગે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ઘટનાએ હાલના ખ-૧ અને સ્-૧ વિદ્યાર્થી વિઝા ધારકોને ગભરાટમાં મૂકી દીધા છે. H-1B વર્ક વિઝામાં ટ્રાન્સફર થઈ શકે તેવી નોકરીઓ માટે વિદ્યાર્થીઓ ધડાધડ અરજી કરી રહ્યા છે. એચ-૧બી વિઝા મોટી યુએસ અને ભારતીય ટેકનોલોજી કંપનીઓ દ્વારા પ્રાયોજિત છે.
અમેરિકા બીજા ૧ લાખ યુવાઓને ભારત પાછા ધકેલી દે એવો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકામાં રહેતા અને આ વર્ષે ૨૧ વર્ષના થઈ રહેલા H-1B વિઝા ધરાવતાં માતા-પિતાનાં સંતાન એવા લગભગ એક લાખ ભારતીય યુવાનોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર ભારત પાછા ધકેલી દેવાની ફિરાકમાં છે.
ભારતથી અમેરિકા લ્લ-૧મ્ વિઝા પર ગયેલાં યુવક-યુવતી વરસોથી અમેરિકામાં રહે છે. ભારતથી પોતાનાં સંતાનોને લઈને અમેરિકા ગયેલાં આ લોકોનાં સંતાનોને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સિટિઝનશીપ તો છોડો પણ ગ્રીન કાર્ડ એટલે કે પરમેનન્ટ રેસિડેન્સી આપવા પણ તૈયાર નથી. H-1B ધારકોનું ગ્રીન કાર્ડ માટેનું વેઈટિંગ લિસ્ટ ૧૨ વર્ષથી ૧૦૦ વર્ષ સુધીનું છે એ જોતાં તેમનાં સંતાનો પર ખતરો જ છે.