બંગાળની ખાડીમાં સૌથી મોટો દરિયાકિનારો ભારત પાસે છે: વિદેશ મંત્રી એસ જયશંકર

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

ચીનની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે ભારતના સિલીગુડી કોરિડોર (ચિકન નેક કોરિડોર) પર નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો હતો તેવું કહીને કે ‘ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક છે. આથી બાંગ્લાદેશ જ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે.’  તે પછી ભારતના આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બીશ્વ સરમા દ્વારા કડક શબ્દોમાં આ વાતને વખોળી હતી ત્યારે પછી હવે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે પણ યૂનુસને આર્થિક અને ભૌગોલિક રાજકીય ગતિવિધિઓથી વાકેફ કરાવ્યા હતા. 

આ સમગ્ર મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ‘ભારત બંગાળની ખાડી મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ઇનિશિયેટિવ (BIMSTEC)ના સંબંધોમાં પોતાની જવાબદારી સારી રીતે જાણે છે. તેમજ બંગાળની ખાડી અંદાજે 6,500 કિ.મી.નો એટલે કે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો પણ ધરાવે છે.’

સિલીગુડી કોરિડોર જેને ચિકન નેક ના નામથી ઓળખવામાં આવે છે તે ભારત માટે વ્યૂહાત્મક અને ભૌગોલિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે. તે પશ્ચિમ બંગાળમાં સ્થિત જમીનની એક સાંકડી પટ્ટી છે, જે સાત ઉત્તરપૂર્વીય રાજ્યો (આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા) અને સિક્કિમને બાકીના ભારત સાથે જોડે છે. 

આ કોરિડોર ઉત્તરપૂર્વ ભારત માટે એકમાત્ર લેન્ડ લિંક છે. જો તે કાપવામાં આવે તો લગભગ 5 કરોડની વસ્તી ધરાવતા પૂર્વોત્તર રાજ્યો મુખ્ય ભારતથી અલગ થઈ શકે છે. 

6ઠ્ઠી BISMTEC સમિટને થાઈલેન્ડમાં સંબોધતા ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ‘બંગાળની ખાડીમાં અમારી પાસે લગભગ 6500 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો છે. અમારો ઉત્તર-પૂર્વ વિસ્તાર BIMSTEC માટે રસ્તાઓ, રેલવે, જળમાર્ગો, ગ્રીડ અને પાઇપલાઇન્સના અસંખ્ય નેટવર્ક સાથે કનેક્ટિવિટી હબ તરીકે ઉભરી રહ્યો છે.’

આ અંગે વધુમાં વાત કરતા એસ. જયશંકરે કહ્યું કે, ‘ત્રિપક્ષીય હાઇવે બની જવાથી ભારતના ઉત્તર પૂર્વને પેસિફિક મહાસાગર સાથે જોડવામાં આવશે, જે એક ગેમ-ચેન્જર છે. અમે જાણીએ છીએ કે આ વિશાળ ભૂગોળમાં માલસામાન, સેવાઓ અને લોકો માટે અમારો સહકાર અને સગવડ એ જરૂરી શરત છે. આ ભૌગોલિક-વ્યૂહાત્મક પરિબળને ધ્યાનમાં રાખીને, અમે છેલ્લા એક દાયકામાં BIMSTECને મજબૂત કરવા માટે વધતી ઊર્જા અને ધ્યાન સમર્પિત કર્યું છે.’

ચિકન નેક દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરવામાં આવે છે. દાર્જિલિંગ ચા અને લાકડા જેવા વેપાર માટે પણ આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે. તે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ ને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે જોડાણને મજબૂત કરવાની વ્યૂહરચના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *