પટણા/નવી દિલ્હી,
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. મળતી માહિતી મુજબ, તેમની બ્લડ શુગર વધી જવાને કારણે તેમની હાલત નાજુક બની ગઈ છે. પટણાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જે બાદ લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત બ્લડ સુગર વધવાને કારણે લથડી થઈ ગઈ છે. જેના કારણે ડોક્ટરોએ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી જવાની સલાહ આપી છે. એવી શક્યતા છે કે તેમને ટૂંક સમયમાં દિલ્હી લઈ જવાશે. તેમના સ્વાસ્થ્યને લઈને તેમના પરિવાર, સમર્થકો અને પાર્ટી કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે. તેઓ છેલ્લા બે દિવસથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા. બ્લડ શુગરના વધેલા લેવલના કારણે થયેલા જૂના ઘાનાં કારણે તેમની તબિયત બગડી હતી. એવામાં આજે સવારે તબિયત લથડતા તેમને રાબડી નિવાસ પર તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને સમર્થકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્યને લઈને રાજકારણ અને સમાજમાં ચિંતાનું વાતાવરણ છે.