નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું

સોશિયલ મીડિયા પર શેર કરો

જામનગર,

જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સ પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્ર ની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. 

આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હતો. આ અંગે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો. મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા. 

ઘટનાસ્થળેથી પકડાયેલી યુવતીએ પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબૂલાત કરી છે. અશોક સિંહ ઝાલા પુરુષ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. યુવતી પાસેથી પોલીસે 11 હજાર રૂપિયાની રકમ જપ્ત કરી વિકાસ ગૃહમાં પાઠવી છે. અશોકસિંહ મોબાઈલ ફોનના માધ્યમથી તેનું નેટવર્ક ચલાવતો હતો. મોબાઈલ ફોનમાંથી દેશભરની સંખ્યાબંધ યુવતીઓના મોબાઈલ નંબર વોટ્સએપ ચેટ- અશ્લીલ ફોટા મળી આવ્યા છે.

તેમજ ટેમ્પો ટ્રાવેલ્સની બસમાં  અંદર પુરુષ ગ્રાહકો માટે એ.સી. ની વ્યવસ્થા, ઉપરાંત લાકડાની શેટ્ટી રાખી ને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા તથા કોન્ડોમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.ટેમ્પો ટ્રાવેલ્સની અંદર જ એસી, ગાદલાં, ઓશિકા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. દરોડામાં પોલીસે 20  નંગ કોન્ડમના પેકેટ પણ કબજે કર્યા છે. આરોપી સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની વિવિદ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ મામલે પોલીસની તપાસ દરમિયાન આરોપીની એક્સ.યૂ.વી. કાર ત્યાં હાજર હતી, જે કારની તપાસણી કરતાં તેમાંથી પોલીસ લખેલી નેઇમ પ્લેટ મળી આવી હતી, અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દા નો ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબજે કરી લીધા છે, અને પોલીસ નંબર પ્લેટનો ઉપયોગ કરવા ના મામલે અલગથી કલમનો ઉમેરો કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *