અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ કર્યા 

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. 

તેમજ થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 215 પોલીસ કર્મચારીઓના બદલીના આદેશ આપ્યા હતા. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી હતી તો કેટલાક કર્મીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *